સમસ્ત વરિયા પ્રજાપતિ જ્ઞાતિના કુળદેવી શ્રી વરિયા માતાજી ગુરુ પ્રેમદાસબાપુ ની અસીમ કૃપા અને આશીર્વાદ તથા મોરબી વરિયા મંદિરના મહંત પૂજ્ય ગુરુ શ્રી વિરદાસબાપુની ઈચ્છા તેમજ પ્રેરણાશક્તિથી સમસ્ત વરિયા પ્રજાપતિ જ્ઞાતિના પિતૃઓના મોક્ષાર્થે આગામી તારીખ ૩૦/૩/૨૦૨૩ થી ૫/૪/૨૦૨૩ સુધી પ્રજાપતિ સમાજની વાડી સોં -ઓરડી મોરબી (વરિયા મંદિર ) મુકામે શ્રીમદ્દ ભાગવત સપ્તાહ (મોક્ષગાથા )નું આયોજન થનાર હોય.જેની પોથી યાત્રા તારીખ ૨૯/૩/૨૦૨૩ ને બુધવારે સાંજે ૪ કલાકે નીકળશે. જેની તડામાર તૈયારીઓ જય ગુરુદેવ ગ્રુપ વરિયા મહિલા મંડળ તેમજ પ્રજાપતિ સમાજના યુવા કાર્યકર્તાઓ દ્વારા કરાઈ રહી છે. આ ભાગવત સપ્તાહમાં જાણીતા કથાકાર વક્તા શાસ્ત્રી શ્રી જનકભાઈ કેશવલાલ પંડ્યા (ગજડીવારા) વ્યાસપીઠ પર બિરાજીને સુમધુર સંગીતમય શેલીમાં કથાનું રસપાન કરાવશે. કથા દરમ્યાન આવતા દરેક પાવન પ્રસંગો ધર્મોલાસ સાથે ઉજવાશે.
કથા દરમ્યાન તારીખ ૩૦/૩/૨૦૨૪ થી તારીખ ૩/૪/૨૦૨૩ સુધી દરોજ રાત્રીના ૯ થી ૧૨ ધૂન ભજન નો કાર્યક્રમ યોજાશે. જેમાં વરિયા મહિલા ધૂન મંડળ, ઠાકર ભજન મંડળ, ગોકુળના બાલાહનુમાન ધૂન મંડળ, બાપા સીતારામ ધૂન મંડળ ની સાથે અનેક નામી અનામી કલાકારો દ્વારા સંતવાણીના કાર્યક્રમો યોજાશે. તેમજ તારીખ ૪/૪/૨૦૨૩ ના રોજ સમસ્ત વરિયા પ્રજાપતિ સમાજના આરાધ્યદેવી શ્રી વરિયા માતાજીના નવરંગા માંડવાનું આયોજન કરાયું છે અને રાત્રે ૯-૩૦ કલાકે ભવ્ય ડાકડમરુંના કાર્યક્રમનું આયોજન કરાયું છે જેમાં ડાકડમરુના સુપ્રસિદ્ધ કલાકાર રાવળદેવ ઉમેશભાઈ મકવાણા ગ્રુપ -મોરબી જમાવટ કરશે.
સમગ્ર કથા દરમ્યાન વરિયા પ્રજાપતિ સમાજના ગુરુદ્વારા નકલંકધામ હડમતીયા ના મહંત ગુરુ શ્રી મેહુલદાસબાપુ, કર્મયોગી આશ્રમ વાવડીથી શ્રી જયરાજનાથજી બાપુ, ધોમગીરી ટેકરી આશ્રમ -જેસર થી પૂજ્ય શ્રી મધુરામબાપુ સહીત અનેક સાધુ સંતો ઉપસ્થિત રહેશે. તેમજ કથા પુર્ણાહુતી તારીખ ૫/૪/૨૦૨૩ ના દિવસે સમસ્ત વરિયા પ્રજાપતિ સમાજ જ્ઞાતિભોજન (નાત ) નું આયોજન કરેલ છે.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સમસ્ત પ્રજાપતિ સમાજ દ્વારા આખરી ઓપ અપાઈ રહ્યો છે.