મયુર ઠાકોર ( વાંકાનેર) : વાંકાનેર તાલુકા પોલીસ રાત્રીના પેટ્રોલીંગ દરમિયાન જેપુર નજીક શંકાસ્પદ કારનો પીછો કરતા ઇંગ્લીશ દારૂની દસ પેટી ભરેલી સ્કોડા કાર ઝડપાઇ જેમાં આરોપી અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો હતો તેમજ પોલીસ દ્વારા 3.92 લાખનો મુદામાલ કબજે કરી પ્રોહિબિશન એકટ મુજબ ગુન્હો દાખલ કરી કાર નંબરના આધારે આરોપીને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે