શિશુવાટિકા-૦૨માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓનો વાર્ષિકોત્સવ ઉજવવામાં આવ્યો. જેમાં નાના-નાના ભૂલકાઓ દ્વારા ગણેશ સ્તુતિથી શરૂઆત કરીને સરસ્વતી વંદના, અખંડ ભારત, રામાયણ, નારી શક્તિ, વૃક્ષ બચાવો, મારૂ ગામડુ, ઝાંસી કી રાણી અને સપરંગી ગુજરાત જેવી કૃતિઓ સુદર રીતે પ્રસ્તુત કરવામાં આવી હતી અને સપ્તરંગી ગુજરાત ગીતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વેશભૂષા કરી વિદ્યાર્થી દ્વારા એન્ટ્રી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે દિનેશભાઇ ગરચર(નાયબ જિલ્લા પ્રા. શિક્ષણાધિકારી, મોરબી) તથા ચંદુભાઈ વામજા (રુદ્ર પોલીમર્સ) ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાલયના પ્રમુખ, મંત્રી અને વ્યવસ્થાપકો હાજર રહ્યા હતા.