મોરબીમાં અનેકવિધ ભગવદ્દ કર્યો સતત અવિરતપણે ચાલુ હોય છે અને લોકો ઉત્સાહપૂર્વક આવા સત્કાર્યોમાં સહભાગી થતા હોય છે ત્યારે નવલખી રોડ પર રોકડીયા હનુમાનજી મંદિરની બાજુમાં આવેલ રોલાની વાડી ખાતે વૃંદાવન ધામમાં સમસ્ત પરમાર પરિવારના પિતૃઓના મોક્ષાર્થે પરિવાર કલ્યાણાર્થે સંસારની અટપટી માયાજાળમાંથી શાંતિ તરફ પ્રયાણ કરવા તેમજ આત્મખોજી મુમુક્ષોની દિવ્ય ચેતનાને ચેતનવંતી બનાવનાર મોક્ષમાર્ગીય શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ તા.23.03.23 થી તા.29.03.23 સુધી જાજરમાન આયોજન કરેલ છે
જેમાં શાસ્ત્રી કિશોર મહારાજ પોતાની સંગીતમય શૈલીમાં કથા શ્રવણ કરાવી રહ્યા છે,આ કથાના દાતા અને આયોજક શિવાભાઈ ઘેલાભાઈ પરમાર અને મનજીભાઈ ધનજીભાઈ પરમાર છે,દરરોજ હજારો ભાવિક ભક્તજનો કથા શ્રવણનો લાભ લઈ ધન્યતા અનુભવી રહ્યા છે. કથા દરમ્યાન કપિલ જન્મ,વામન અવતાર,કૃષ્ણ જન્મ,ગિરિરાજ અનકુટ,રૂક્ષમણી વિવાહ,સુદામા ચરિત્ર જેવા પાવન પ્રસંગો વાજતે ગાજતે પરંપરાગત શૈલીમાં ઉજવાઈ રહ્યા છે.દરરોજ રાત્રે સંતો દ્વારા સંતવાણી અને લોક સાહિત્યનું પણ અદકેરું આયોજન થયું છે.