મોરબીની માધાપરવાડી શાળામાં માસ્ક વિતરણ દ્વારા કોરના કવચ અર્પણ કરાયું

મોરબીની માધાપરવાડી શાળાની 400 બાળાઓને N-95 માસ્ક વિતરણ કરાયા

મોરબી હાલ સમગ્ર દેશ અને ગુજરાત સહિત મોરબીમાં પણ ફરી એકવાર કોરોના વકરી રહ્યો છે અને હાલ શરદી ઉધરસ તાવના કેસ દિન પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે હમણાં થોડા દિવસોમાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટેની વાર્ષિક પરીક્ષા શરૂ થવાની હોય પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તંદુરસ્ત રહે, કોરોનાથી મુક્ત રહે,તાવ,શરદી ઉધરસના ચેપથી વિદ્યાર્થીઓ સુરક્ષિત રહે,એવા હેતુસર માધાપરવાડી કન્યા શાળામાં અભ્યાસ કરતી 400 વિદ્યાર્થીનીઓને N-95 માસ્કનું વિતરણ કરી કોરોના સામે સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું છે,

વિદ્યાર્થીઓને દરરોજ માસ્ક પહેરીને આવવું,એકબીજાના પાણી કે નાસ્તાની આપ લે ન કરવી,છુટા છુટા રહેવું,બહુ ભેગા ન થવું વગેરે ગાઈડ લાઈન આપવામાં આવેલ છે.