રામનવમી ના પાવન પર્વ નિમિતે શ્રી રામ જન્મોત્સવ, મહાઆરતી, બંને ટાઈમ ફરાળ મહાપ્રસાદ સહીત ના કાર્યક્રમો યોજાશે.
વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા આરાધ્ય દેવ પ્રભુ શ્રી રામ નો જન્મોત્વસ ભક્તિભાવ પૂર્વક ધામધૂમ થી ઉજવવા નુ નિર્ધારિત કરવા માં આવ્યુ છે. જે અંતર્ગત તા.૩૦-૩-૨૦૨૩ ગુરુવાર ના રોજ રામનવમી ના પાવન પર્વ નિમિતે બપોરે ૧૨ કલાકે પ્રભુ શ્રી રામ નો જન્મોત્સવ, મહાઆરતી તથા બપોરે ફરાળ મહાપ્રસાદ તેમજ સાંજે મહાઆરતી તેમજ ફરાળ મહાપ્રસાદ નુ અનેરૂ આયોજન કરવા માં આવ્યુ છે.
રામનવમી ના પાવન પર્વ નિમિતે શિવ પેકેજીંગ પરિવાર, મોરભાઈ રામજીભાઈ કંઝારીયા પરિવાર તેમજ સી.પી. પોપટ પરિવાર તરફ થી મહાપ્રસાદ માં યોગદાન અર્પણ કરવા માં આવેલ છે.
શ્રી રામનવમી ના પાવનપર્વ નિમિતે મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે યોજનાર વિવિધ ધાર્મિક કાર્યક્રમો માં ઉપસ્થિત રહેવા તેમજ બંને ટાઈમ ફરાળ મહાપ્રસાદ ગ્રહણ કરવા ધર્મપ્રેમી જનતા ને સંસ્થા તરફથી ભાવભર્યુ નિમંત્રણ પાઠવવા માં આવ્યુ છે.