હળવદ બન્યું શ્રીરામ મય – હળવદના જાહેર માર્ગો પર જય શ્રી રામ જય શ્રી રામના નારા ગુંજી ઉઠ્યા

પ્રથમ વખત કરેલા આયોજનમાં અભૂતપૂર્વ લોકોનો પ્રતિસાદ જોવા મળ્યો માનવ મેરામણ ઉમટી પડ્યું

વિશાલ જયસ્વાલ હળવદ : રામ નવમી એટલે રામ જન્મોત્સવ ત્યારે આજે સમગ્ર દેશમાં આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આજે ગુજરાત રાજ્યમાં પણ વિવિધ જગ્યાએ ખૂબ જ ઉત્સાહપૂર્વક રામનવમીની આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે હળવદ ખાતે પ્રથમ વખત જ રામ જન્મોત્સવ સમિતિ દ્વારા રામનવમી ની શોભાયાત્રા નું એક ઝાઝરમાન આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હળવદના જાહેર માર્ગો પર જય શ્રી રામ જય શ્રી રામ ના નારાઓથી જાણે સમગ્ર વિસ્તાર શ્રી રામ મય બની ગયું હોય તેવું વાતાવરણ બન્યું હતું. માનવ મહેરામણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યું હતું

શ્રીરામ જન્મોત્સવ સમિતિ દ્વારા જે આયોજન ટૂંકા ગાળામાં કરવામાં આવ્યું હતું તેમ છતાં પણ લોકોની ભીડ એટલી ઉમટી હતી કે જાહેર માર્ગો ના રસ્તાઓ જાણે ટૂંકા પડ્યા હોય લોકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો તેમજ સમગ્ર હળવદમાં જય શ્રી રામ જય શ્રી રામ નો નાદ ગુંજી ઉઠ્યો હતો