મયુર ઠાકોર ( વાંકાનેર ) : વાંકાનેર તાલુકાના વિરપર નજીક સીમમાંથી માટીના ઢગલામાં છુપાવેલ ઇંગ્લીશ દારૂની 72 બોટલ સાથે સંજય કરશનભાઈ ડાંગરોચા, અજય રૂપાભાઈ ડાંગરોચા, અને સાગર રમેશભાઈ ડાંગરોચાને ઝડપી લઈ તેમજ આ ધંધામાં વધુ એક ભાણજી વાલજીભાઈ દેકાવાડિયા નામના શખ્સની પણ ભાગીદારી હોય જેને પણ પકડી પાડવા ચક્રોગતિમાન કરી 67 હજારનો મુદામાલ કબજે કરી પ્રોહિબિશન એકટ મુજબ ગુન્હો દાખલ કરી ધોરણેસરની કાર્યવાહી હાથ ધરી હતી