પાલિકાને અગાવ સૂચવેલા કામો હજુ પડતર ધારાસભ્યનું પદ પાલિકા તંત્ર સામે નાનું પડ્યું ??
મોરબી નગરપાલિકા મરણ પથારિયે પડી છે પ્રજાના કામો શૂન્ય થઈ રહ્યા છે લોકોના અનેક પ્રશ્નો ઉભા છે તેનું નિરાકરણ કરવાના બદલે પાલિકાના ચૂંટાયેલા સભ્યો ઝૂલતા પુલ કેસમાં બચવાના પ્રયત્નોમાં લાગ્યા છે ? ત્યારે પ્રજાના ના કામો રામ ભરોસે થઈ ગયા છે
લોકશાહીના દેશમાં પ્રજાલક્ષી કામો કરવા માટે ચૂંટાયેલા નેતાઓને કઈ પડી નથી પ્રજાના મતથી સતા મેળવનાર નેતાઓ પ્રજાના કામો ભૂલીને પોતાના કામોમાં વ્યસ્ત થઈ ગયા છે ? લોકશાહીમાં પ્રજાહિતના કાર્યો થાય તે માટે ચૂંટણી દ્વારા પ્રજા પોતાના પ્રતિનિધિને ચૂંટતી હોય છે જેથી જરૂર મુજબના કામો થઈ શકે પણ આજ કાલ ચૂંટાયેલા નેતાઓ ચૂંટણી પછી લુપ્ત જ થઈ જાય છે પ્રજાના કામો કરવામાં તેમને કોઈ જ પ્રકારનો રસ રહ્યો નથી ?
હાલ મોરબી નગરપાલિકાના તંત્રના આયોજનના અભાવના કારણે પ્રજા હેરાન થાય છે ભુર્ગર ગટર, સ્ટ્રીટ લાઈટ, સીટી બસ અત્યારે આ ત્રણ મુદા ચર્ચામાં છે મોરબી પાલિકા વિસ્તારમાં ચારેબાજુ ભુર્ગર ગટરના પાણી ઉભરવાની અનેક ફરિયાદો, ધોળા દિવસે સ્ટ્રીટ લાઈટ ચાલુ રહેતી હોય છે આ બાબતે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા દ્વારા એકાદ મહિના પૂર્વે પાલિકામાં યોજાયેલ બેઠકમાં ચર્ચા કરી હતી કે મોરબી પાલિકા વિસ્તારમાં આવતી સ્ટ્રીટ લાઈટ દિવસે ચાલુ ના રાખવામાં આવે તેમજ લાઈટ બિલ આવે છે તેમાં ઘટાડો થાય તેવુ આયોજન કરવામાં આવે તેવું ધારાસભ્ય દ્વારા પાલિકા તંત્રને સૂચન કરવામાં આવ્યું હતું પણ પાલિકા તંત્ર મહિના પછી પણ દિવસે લાઈટ બંધ કરવાનું બંધ કરી શકતી નથી હવે વાત કરીએ સીટી બસની કોન્ટ્રાક્ટરને પાલિકાએ બિલ ના ચૂકવતા સીટી બસ સેવા બંધ કરી દેવામાં આવી હતી ત્યારે ધારાસભ્યની મધ્યસ્થીના કારણે સીટી બસ ફરી શરૂ કરાઈ પણ માત્ર બે દિવસમાં સીટી બસ સેવા ફરી બંધ થઈ ગઈ પાલિકા તંત્ર ધારાસભ્યની પણ વાતો નથી માનતું તેવું આ બે બનાવો પર થી સમજી શકાય છે
લોક મુખે અત્યારે એક જ વાત છે ધારાસભ્યએ સૂચવેલ કામો થતા નથી તો પ્રજાના કામો કેમ થશે ?