મોરબી ના ધક્કાવાળી મેલડી માતાજી નો નવરંગ માંડવો યોજાયો

ચૈત્રી નવરાત્રી નિમિતે રાસ ગરબા નો કાર્યક્રમ ધામધૂમથી ઉજવાયો

મોરબી પંથક માં આસ્થા ને શ્રધ્ધા ના પ્રતિકસમાં શ્રી ધક્કાવાળી મેલડી માતાજી નો નવરંગ માંડવો તા ૩૧ ના રોજ યોજાયો હતો જેમાં ધામધૂમથી ભુવાશ્રી ના સામૈયા ને રાત્રે માંડવો યોજાયો હતો જેમાં રાવળદેવ મિલનભાઈ અને કાથળભાઈ(મોટી જોગણીવાળા) એ ડાક ના તાલે માતાજી ના દુહા, ગરબા ને આખ્યાન ની રમઝટ બોલાવી હતી

જેમાં માતાજી ના ભુવા જીણવભાઈ ગરીયા, દેવાભાઈ,ધીરુભાઈ, મનુભાઈ, બાલુભાઈ, સહિત ઉપસ્થિત રહી માતાજી ના ગુણગાન પર રમઝટ બોલાવી હતી.માતાજી ના નવરંગ માંડવો તેમજ મહાપ્રસાદ નો લાભ ૬ હજાર થી પણ વધુ ભક્તો એ લીધો હતો. તેમજ ચૈત્રી નવરાત્રી નિમિતે ચૈત્રી નોમ ના દિવસે રમેશભાઈ ભદ્રા ની ટીમ ને સંગ રાસગરબા નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોરબી ની વિકાસ વિધાલય ની ૧૦૦ થી વધુ બાળાઓ અને બહેનો મનમૂકી ને રાસ ગરબા રમ્યા હતા.