મોરબી જિલ્લાના ટ્રાન્સપોર્ટ વાહનોના નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે

મોરબીના ટ્રાન્સપોર્ટ વાહનો માટે GJ36 (HGV, MGV, LGV) સીરીઝ નંબર માટેની ટેન્ડર પ્રક્રિયા તા.૧૨/૦૪/૨૦૨૩ થી શરૂ થનાર છે. તા.૧૨/૦૪/૨૦૨૩ થી તા.૧૯/૦૪/૨૦૨૩ સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે.

તા.૧૯/૦૪/૨૦૨૩ થી તા.૨૧/૦૪/૨૦૨૩ સુધી બીડીંગ પ્રોસેસ રહેશે તથા તા.૨૧/૦૪/૨૦૨૩ના રોજ ઓક્શનનું પરિણામ www.parivahan.gov.in/fancy પર જાહેર કરવામાં આવશે. મોટર વાહનના ઈ-ફોર્મ ઓક્શનના પરિણામ જાહેર થયેથી દિવસ ૫ (પાંચ) માં એઆરટીઓ કચેરી મોરબી ખાતે રજૂ કરવાના રહેશે. પસંદગીના નંબર મેળવવા ઇચ્છતી વ્યક્તિઓએ કાર્યવાહી કરવા સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે