મોરબી નજીકના મોડપર મુકામે દર વર્ષે ઇષ્ટ દેવ હનુમાન દાદાના મંદિરે હનુમાન જયંતિના દિવસે મારૂતી યજ્ઞનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે ચાલુ વર્ષ પણ હનુમાન જયંતીના દિવસે યજ્ઞનું આયોજન કરાયું હતું આ વર્ષે યજ્ઞમાં યજમાન પદે મૂળ મુળ મોટીબરાર હાલ મોરબીના પંકજભાઈ પ્રવિણભાઇ ભટૃ તથા મનીષભાઇ પ્રહલાદભાઈ ભટૃ બેઠા હતા અને તેઓએ યજ્ઞમાં આહુતિ આપી હતી
ત્યારે શાસ્ત્રી તેજભાઈ ભટ્ટ તેમજ અન્ય ભૂદેવો દ્વારા ધાર્મિક વિધિ કરાવવામાં આવી હતી આ તકે મોરબીની આસપાસના વિસ્તારમાં રહેતા તમામ ભટ્ટ પરીવારના લોકો ત્યાં હાજર રહ્યા હતા આ ધાર્મિક કાર્યને સફળ બનાવવા માટે બળવંતભાઈ એલ. ભટ્ટ, જે.પી. ભટ્ટ, ભીખુભાઈ ભટ્ટ, પ્રવીણભાઈ ભટ્ટ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી