નારણકા ગામના વતની અને નિવૃત્ત જામનગર મહાનગરપાલિકા કાર્યપાલક ઇજનેર પી.સી.બોખાણીનો આજે જન્મદિવસ

(અહેવાલ: જયેશ બોખાણી): મોરબીના નારણકા ગામના વતની અને હાલ જામનગર રહેતા પ્રવિણભાઈ છનાભાઈ બોખાણીનો આજે જન્મદિવસ છે. તેઓ જામનગર મહાનગરપાલિકા ટેકનીકલ કર્મચારી યુનિયનના પ્રમુખ પદે રહી ચુક્યા છે. સાથે જામનગર મહાનગરપાલિકામાં કાર્યપાલક તરીકે સુધી ફરજ બજાવી છે. હાલ તેઓ નિવૃત હોવા છતાં જરૂર જણાય ત્યારે મહાનગરપાલિકાના અધિકારી અને કર્મચારીઓને માર્ગદર્શન આપવા માટે દોડી જાય છે. ત્યારે આજે તેમના જન્મદિવસ નિમિત્તે સગાં-સંબંધીઓ અધિકારી-કર્મચારી, સામાજિક-રાજકીય આગેવાનો દ્વારા પી.સી.બોખાણીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.

જામનગર રણજીતસાગર ડેમની સપાટી 25.5એ પહોંચી જતા લોકોને સલામત જગ્યા ઉપર સ્થળાંતર કરવામાં સમયે પી.સી. બોખાણી દ્વારા ડેમ વિઝીટ કરી તે વેળાની તસ્વીર
જામનગર રણજીતસાગર ડેમની સપાટી 25.5એ પહોંચી જતા લોકોને સલામત જગ્યા ઉપર સ્થળાંતર કરવામાં સમયે પી.સી. બોખાણી દ્વારા ડેમ વિઝીટ કરી તે વેળાની તસ્વીર

પી.સી.બોખાણી જ્યારે કાર્યપાલક ઇજનેર તરીકે કાર્યરત હતા તે વેળાએ જામનગરને ગ્રીન સીટી બનાવવા અનેક વૃક્ષોનું વાવેતર કર્યું હતું. ખીજડીયા ફિલ્ટર પ્લાન્ટ ખાતે તેમના દ્વારા 300થી વધુ વૃક્ષોનું વાવેતર કરાયું હતું.

લાલપુર રોડ ખાતે અંદર ગ્રાઉન્ડ ફિલ્ટર પ્લાન્ટની કામગીરી હાલ પ્રગતિ હેઠળ હોય આ ફિલ્ટર પ્લાન્ટની એક્ઝિક્યુટીવ એન્જિનિયર પી. સી.બોખાણી દ્વારા મુલાકાત વેળાની તસ્વીર.
લાલપુર રોડ ખાતે અંદર ગ્રાઉન્ડ ફિલ્ટર પ્લાન્ટની કામગીરી હાલ પ્રગતિ હેઠળ હોય આ ફિલ્ટર પ્લાન્ટની એક્ઝિક્યુટીવ એન્જિનિયર પી. સી.બોખાણી દ્વારા મુલાકાત વેળાની તસ્વીર.

જામનગરના લાખોટા તળાવને પણ ‘સૌની’ યોજના હેઠળ છલકાવા પણ જામનગર મહાનગરપાલિકાના તે સમયના જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડી, ડે. કમિશનર ભાવેશ જાની, અને વોટર વર્કસ વિભાગના કાર્યપાલક ઇજનેર પી.સી. બોખાણી વગેરે દ્વારા દરખાસ્ત તૈયાર કરી હતી.

રણજીતસાગરડેમ આ માસના અંતે થશે ખાલી,કમિશ્નર પહોચ્યા આજી ડેમ,સ્થિતિ ની કરી સમીક્ષા સમયની તસ્વીર
રણજીતસાગરડેમ આ માસના અંતે થશે ખાલી,કમિશ્નર પહોચ્યા આજી ડેમ,સ્થિતિ ની કરી સમીક્ષા સમયની તસ્વીર

1000 કિ.મી સુધી પાણીની પાઈપ લાઇન પહોંચાડી જામનગરની જનતાને પાણી પહોચાડ્યું હતું. શહેરની જનતાને શુદ્ધ પાણી મળી રહે તે માટે પાણીની પાઈપના ફિટિંગ સ્થળે પી.સી.બોખાણી સહિત જેએમસી વૉટર વર્કસ અધિકારીઓએ અનેક વખત સ્થળ નિરિક્ષણ કર્યું હતું.

જેએમસીના વોટર વર્કસ વિભાગ દ્વારા નાણાંપંચની ગ્રાન્ટ હેઠળ વોર્ડ 6માં વિકાસના કાર્યો હાથ ધરાયા તે વેળા નિરિક્ષણ કરતા પી.સી.બોખાણી
જેએમસીના વોટર વર્કસ વિભાગ દ્વારા નાણાંપંચની ગ્રાન્ટ હેઠળ વોર્ડ 6માં વિકાસના કાર્યો હાથ ધરાયા તે વેળા નિરિક્ષણ કરતા પી.સી.બોખાણી