મોરબી : વિદ્યાપ્રેમવર્ધન એજ્યુકેશન દ્રસ્ટ સંચાલિત આર્યતેજ જનરલ હોસ્પિટલ દ્વારા આગામી તા:10 – 04 – 2023 (સોમવાર) સમય સવારે 9 થી બપોરના 1 દરમિયાન આર્યતેજ જનરલ હોસ્પિટલ, મું.લક્ષ્મીનગર, 8-A નેશનલ /કંડલા હાઇવે, લક્ષ્મીનગર ગામની સામે, નવયુગ ટાઇલ્સની બાજુમાં, મોરબી ખાતે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાહત ભાવે દવાઓ તથા લોહી-પેશાબ ની તપાસ કરી આપવામાં આવશે.
ફ્રી નિદાન કેમ્પમાં નિષ્ણાંતોની ટીમમાં સ્ત્રી રોગોના નિષ્ણાંત, જનરલ ફિઝિશિયન, બાળરોગના નિષ્ણાંત,
જનરલ સર્જન, હોમિયોપેથીકના નિષ્ણાંત, ફિઝીયોથેરાપીસ્ટ, કાન,નાક,ગળાના નિષ્ણાંત, ચામડીના રોગોના નિષ્ણાંત,
આંખના નિષ્ણાંત, આયુર્વેદિક સારવારના નિષ્ણાંત (હરસ,મસા, ભગંદર ના નિષ્ણાંત) દાંતના નિષ્ણાંત સેવાઓ આપશે
આર્યતેજ જનરલ હોસ્પિટલ ઉપલબ્ધ સુવિધાઓ : તમામ પ્રકારના રોગોનું નિદાન તથા સારવાર, મેલેરિયા, ટાઇફોઇડ, કમળો, ડેન્ગ્યુ જેવા રોગોનું નિદાન તથા સારવાર, ડાયાબીટીશ, બી.પી., દમ તથા ટીબીની સારવાર, દરેક પ્રકારના તાવ, શરદી, ખાંસી, ફેફસાના કફ, ન્યુમોનિયાની સારવાર., દરેક પ્રકારના રોગો ઝાડા, ઉલ્ટી, ગેસ, એસીડીટીની સારવાર., દરેક પ્રકારના ચામડીના રોગો ખીલ, ખરજવું,ખંજવાળ, ધાધરની સારવાર., બાળ રોગનું નિદાન તથા સારવાર., ગ્લુકોમીટર દ્વારા ડાયાબિટીસ તપાસ., પલ્સ ઓક્સિમીટર દ્વારા ઓક્સિજનની તપાસ., ઓક્સિજનની સુવિધા., ઓપરેશન થિયેટરની સુવિધા., સ્ત્રી રોગનું નિદાન તથા સારવાર.
વધુ માહિતી માટે સંપર્ક કરો – 95124 10063 | 94283 47800 મું. લક્ષ્મીનગર, 8-A નેશનલ કંડલા હાઇવે, લક્ષ્મીનગર ગામની સામે, નવયુગ ટાઇલ્સની બાજુમાં, તા.જી. મોરબી-૨.