રવિવાર, 9 એપ્રિલ, 2023 ના રોજ, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા એક્સેલ એકેડમી, રવાપર રોડ ખાતે આયોજિત મોરબી જીલ્લાની અંડર 14 અને અંડર 16 પસંદગી ટ્રાયલમાં મોરબી ક્રિકેટ એકેડમીના 12 ખેલાડીઓની પસંદગી કરવામાં આવી હતી.
આજે યોજાયેલા ટ્રાયલમાં મોરબી ક્રિકેટ એકેડમીમાંથી અંડર-16માં પ્રણવ જોષી, અંશ ભાકર, જયવીરસિંહ ઝાલા, પ્રિયાંશુ દ્વિવેદી, રીશુસિંહ, રાજવીરસિંહ જાડેજા, યક્ષ ગોધાણી, દક્ષ, દીવ જોટાણીયા, હિતાર્થ સવસાણી અને અંડર-16માં અભય કાલરીયાની પસંદગી કરવામાં આવી હતી.
પસંદગી બાદ મોરબી ક્રિકેટ એકેડમીના કોચ અલી ખાન અને મનદીપ સિંઘે પસંદગી પામેલ તમામ ખેલાડીઓને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં વધુ ઉંચા જવાની શુભેચ્છા પાઠવી હતી.
આ પહેલા જાણવા મળે છે કે મોરબી ક્રિકેટ એકેડમીના અંડર-19 ખેલાડી રૂદ્રરાજસિંહ જાડેજાની પણ જિલ્લા મોરબીની અંડર-19 ટીમમાં પસંદગી થઈ છે, તે માટે પણ કોચ અલી ખાને રૂદ્રરાજ અને તેના પરિવારના સભ્યોને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવી હતી.