લઘુ ઉધોગ ભારતી મોરબી જિલ્લા ઇકાઈની એક બેઠક નુ તા. ૯.૪.૨૩ ને રવિવાર ના રોજ આયોજન કરવામાં આવેલ. આ બેઠકમાં સૌરાષ્ટ્ર પ્રાંતના મંત્રી અમૃતભાઈ ગઢીયા, રાજકોટ પટેલનગર ઇકાઈ પ્રમુખ જયસુખ સોરઠીયા, રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ ના વિવિધ સંગઠન ની જવાબદારી નુ વહન કરતા સ્વયંસેવકો તથા વિવિધ ઔધોગિક અશોસિયેસન ના હોદેદારઓ તેમજ લઘુ ઉધોગ ભારતી ના હોદેદારઓ તથા સભ્યઓ ઉપસ્થિત રહેલ.
આ મિટિંગમાં લઘુ ઉધોગ ભારતી ની કાર્ય પ્રણાલીની સવિસ્તાર માહિતી અમૃતભાઈ એ આપેલ આ સાથે આગામી 2 વર્ષ માટે લઘુ ઉદ્યોગ ભારતી મોરબી જિલ્લા પ્રમુખનું હરેશભાઈ બોપલિયા, મંત્રીનું સંદીપભાઈ કુંડારિયા ને દાયિત્વ સોંપી તેના નામની ઘોષણા કરવામાં આવી, આ મિટિંગમાં ઉપસ્થિત સર્વે સભ્યોએ નવ નિયુક્તિને અનુમોદન આપી સહર્ષ સ્વીકાર કરેલ