હળવદ નગરપાલિકા દ્વારા ફરવા લાયક સ્થળોનો વિકાસ તો ન થયો પરંતુ જાળવણીમાં પણ નિષ્ફળ ?

વિશાલ જયસ્વાલ હળવદ : હળવદ શહેરની અંદર ફરવા લાયક સ્થળોમાં માત્ર ગણી શકાય તો શરણેશ્વર મહાદેવ મંદિર નજીક આવેલ એક બગીચો છે નગરપાલિકા તંત્ર દ્વારા લોકોની સુખાકારી માટે કોઈ ફરવા લાયક સ્થળનો વિકાસ તો ન થયો. પરંતુ જે સ્થળ છે તેની યોગ્ય જાળવણી પણ નથી કરી શકતા જો વાત કરવામાં આવે તો ઉનાળાના વેકેશનમાં હળવદવાસીઓ તળાવની પાળે પરિવાર સાથે કુદરતના ખોળે બેસવા જતા હોય છે

ત્યારે કાર્તિકભાઇ ખત્રી નામના એક જાગૃત નાગરિક દ્વારા શરણેશ્વર મહાદેવ મંદિર ખાતે આવેલ બગીચામાં સ્ટ્રીટ લાઇટો છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં હોય અનેક વખત મીડિયામાં અહેવાલ પ્રસિદ્ધ થયા હોવા છતાં પણ માત્ર શોભાના ગાંઠીયા સમાન આ સ્ટ્રીટ લાઈટો ક્યારે ચાલુ થશે તેવા પણ સવાલો સેવાઈ રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા હજુ થોડા દિવસ પહેલા જ હળવદ વાસીઓ માટે હેલ્પલાઇનની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ શું આ હેલ્પલાઇનની ખરેખર કામગીરી નીચલા સ્તરે થાય છે ખરા તે પણ જોવા રહ્યું માત્ર નગરપાલિકા વેરાવસુલાતમાં કડક ઉઘરાણી કરતી હોય છે લોકોની સુખાકારી માટે નગરપાલિકા તંત્ર તદ્દન નિષ્ફળ નીવડી હોય તેવી ચર્ચાઓ પણ જાગી છે