સામાકાંઠા વિસ્તારમાં : તારીખ ૧૯.૦૪.૨૦૨૩ ના બુધવાર ના રોજ નવા કામની કામગીરી તથા મેન્ટેનન્સની કામગીરી કરવાની હોઇ PGVCL ના મોરબી શહેર-૨ પેટા વિભાગ હેઠળ આવતો ૧૧ કેવી ભાદિયદ ફીડર સવારે ૦૭:૦૦ થી બપોરના ૦૨:૦૦ વાગ્યા સુધી બંધ રહેશે. જેની આ ફીડરમા આવતા તમામ વિજ ગ્રાહકોએ નોંધ લેવી. જેમાં સો ઓરડી, માળિયા વનાલિયા, શક્તિ સોસા., ચામુંડા નગર, વરિયાનગર, ગાંધીસોસા., સાયન્સ કોલેજ, ઉમિયા નગર વગેરે વિસ્તારો તથા આસપાસ ના વિસ્તારો પાવર સપ્લાય બંધ રહેશે. કામ પૂર્ણ થયે કોઈ પ્રકાર ની જાણ કર્યા વગર વીજ પુરવઠો ચાલુ કરવા માં આવશે.
મોરબી વિસ્તાર: તારીખ ૧૯.૦૪.૨૦૨૩ ના બુધવાર નાં રોજ PGVCL ના મોરબી શહેર-૧ પેટા વિભાગ હેઠળ આવતા ૧૧ કેવી લાતી પ્લોટ ફીડર સવારે ૦૭:૦૦ વાગ્યા થી બપોરના ૦૨:૦૦ વાગ્યા સુધી નવા લાઈનકામ ની કામગીરી તેમજ ફીડર સમારકામ માટે બંધ રહેશે. જેમાં હદાણીની વાડી, પ્રમુખ સ્વામી પાર્ક ૧ અને ૨, અક્ષર પાર્ક, ઉમા રેસીડેન્સી, શ્યામ પાર્ક ૧ અને ૨, રાધા ક્રૂષ્ણ પાર્ક, પંચાસર રોડ, ન્યુ જનક નગર ૧ અને ૨, ગીતા ઓઈલ મીલની બાજુનો વિસ્તાર, નિરવ પાર્ક, લાતી પ્લોટ વિસ્તાર, અયોધ્યા પુરી મેઈન રોડ જેવા વિસ્તારમાં પાવર બંધ રહેશે.