બાળ લગ્ન અંગેની માહિતી આપનારની ઓળખ સંપૂર્ણ ગુપ્ત રાખવામા આવશે
આગામી તા.૨૨ એપ્રિલે બહોળી સંખ્યામાં લગ્નો યોજાનાર છે, જેથી બાળ લગ્નો થવાની શક્યતા રહે છે. બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ અંતર્ગત સ્ત્રી બાળકના ૧૮ વર્ષ પૂર્ણ કર્યા પહેલા અને પુરુષ બાળકના ૨૧ વર્ષ પૂર્ણ કર્યા પહેલા જો લગ્ન કરાવવામા આવે તો તેવા લગ્ન, આ અધિનિયમ મુજબ બાળ લગ્ન ગણાય છે અને આવા લગ્ન કરાવવા એ ગુનાપાત્ર છે.
જો કોઈ વ્યક્તિ આવા બાળલગ્ન કરાવે, સંચાલન કરે, સુચના આપે, પ્રોત્સાહન આપે અથવા મદદગારી કરે, કે ભાગ લે, તે અધિનિયમની કલમ ૯,૧૦ અને ૧૧ (૧), (ર) અન્વયે ૨ વર્ષની સખત કેદની સજા અને રૂ. ૧ લાખ સુધીનો દંડ થઇ શકે છે. જેથી મોરબી જિલ્લામાં આપના વિસ્તાર શહેર, ગામ,કે ફળીયામા, જો કોઇ બાળ લગ્નનુ આયોજન કરેલ હોય, કે બાળલગ્ન કરતા હોય, તો આપ જાહેર જનતા તે અંગેની માહિતી આપના નજીકના પોલીસ સ્ટેશન પર, ચાઈલ્ડ હેલ્પ લાઈન ૧૦૯૮, મહિલા હેલ્પ લાઈન ૧૮૧ તથા બાળ-લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, રૂમ નં ૫/૯, જિલ્લા સેવા સદન, શોભેશ્વર રોડ, સો ઓરડી સામે, મોરબી, ફોન નં ૦૨૮૨૨ ૨૪૨૫૩૩ અને જિલ્લા બાળ સુરક્ષા એકમ, રૂમ નં ૩૧ /૩૨, જિલ્લા સેવા સદન, શોભેશ્વર રોડ, સો ઓરડી સામે, મોરબી, ફોન નં -૦૨૮૨૨ ૨૪૦૦૯૮ ખાતે બાળ લગ્ન અંગેની માહિતી આપવા અનુરોધ કરાયો છે. બાળ લગ્ન થવાના છે તેવી માહિતી આપનારની ઓળખ સંપૂર્ણ ગુપ્ત રાખવામા આવશે તેમ મોરબી જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી ડૉ. વિપુલ શેરશીયાની યાદીમાં જણાવાયું છે.