આજે મોરબીમાં ભગવાન પરશુરામજીની શોભાયાત્રાનું ભવ્ય આયોજન
દર વર્ષે આજના દિવસે એટલે કે વૈશાખ સુદ ત્રીજ ને અખાત્રીજ ના દિવસે વિષ્ણુ ભગવાન ના છઠ્ઠા અવતાર એવા બ્રહ્મસમાજ ના આરાધ્ય દેવ શ્રી પરશુરામ ભગવાન ના જન્મોત્સવ ની ઉજવણી કરવામાં આવે છે ત્યારે મોરબીમાં પણ આજે બ્રહ્મસમાજ દ્વારા પરશુરામ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે અને ભગવાન પરશુરામજી ની શોભાયાત્રા મોરબી શહેર માં ફરશે.
ત્યારે મોરબી જિલ્લામાં વસ્તા તમામ ભૂદેવો ને પધારવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે અને વધુ માં વધુ ભૂદેવો આ શોભાયાત્રામાં જોડાઈને આ શોભાયાત્રાને ભવ્યાતિ ભવ્ય બનાવે એવી લાગણી સાથે મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
શોભાયાત્રા આજે સાંજે ૦૪:૦૦ વાગ્યે મોરબીના વાઘપરા ગાયત્રી મંદિરથી શરૂ થશે અને ત્યાંથી રામચોક,ગાંધી ચોક થઈને નેહરુ ગેટ તરફ જસે ત્યાર બાદ આ શોભાયાત્રા સ્ટેશન રોડ તરફ જસે અને ત્યાંથી ભગવાન પરશુરામ ધામ નવલખી રોડ ખાતે સર્વે ભૂદેવો મહાઆરતી અને મહાપ્રસાદ ગ્રહણ કરી ને આ જાજરમાન પ્રસંગની પૂર્ણાહુતિ કરવામાં આવશે.