મોરબીની અંદર જે દુઃખદ બનાવ બન્યો છે કે જેમા 15 વર્ષ ની દીકરી ને ફસાવી ને બ્લેક મેઈલ કરવામા આવી છે. દીકરી ની ઉમર તો નાબાલિક છે પરંતુ સામે ના વ્યક્તિએ સમજી વિચારી નેજ આવુ કૃત્ય કર્યું છે. આવતા દિવસોમાં કોઈ પણ સમાજ ની દીકરી આવા લૂખા તત્વોનો શિકાર બનશે.
આવનારા સમય મા આવા બનાવો બંધ કરાવવા માટે આવા લૂખા તત્વોને જાહેર મા સરઘસ કાઢી ને કાયદા નું ભાન કરાવવામા આવે. જેથી આવા બીજા લોકો ને આવુ કામ કરતા ડર લાગે અને સમાજમા એક સારુ વાતાવરણ બની રહે. આવા લોકો ને કડક મા કડક સજા થાય તેના માટે આમ આદમી પાર્ટીના યુવા નેતા પંકજ રાણસરિયા દ્વારા ગૃહમંત્રી હર્ષ સંઘવી તેમજ મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકને આવેદન આપવામા આવશે
તેમજ મોરબીના જાગૃત નાગરિકો આવા બનાવો વિશે જાગૃત બનો. ક્યાય પણ આવા બનાવો ધ્યાન મા આવે તો પંકજ રાણસરીયાનો સંપર્ક કરવો આમ આદમી પાર્ટી ના યોદ્ધા ઓ મોરબી ની જનતા સાથે છે. કોઈ પણ પ્રશ્ન ની રજુવાત યોગ્ય જગ્યા એ કરી એમને યોગ્ય ન્યાય અપાવશે .