વાંકાનેર : કોઠી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા મેલેરિયા અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

વાંકાનેર તાલુકાના કોઠી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વિશ્વ મેલેરિયા દિવસે મેલેરિયા અંગે જનજાગૃતિ કાર્યક્રમો યોજી વિદ્યાર્થીઓ તથા પ્રજાજનોને માહિતગાર કર્યા

વાંકાનેર : ૨૫ એપ્રીલ એટલે વિશ્વ મેલેરીયા દિવસ. પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કોઠી ખાતે વિશ્વ મેલેરીયા દિવસ નિમીતે જીલ્લા અધીકારી ડૉ.કવીતા દવે અને જીલ્લા મેલેરીયા અધીકારી ડો. ડી.વી.બાવરા,પી.એચ.સી.ના મેડીકલ ઓફીસર ડો.સાહિસ્તા કડિવારના મર્ગદર્શન હેઠળ વિવિધ જગ્યાએ મેલેરીયા જન જાગ્રુતી પ્રવુતી કરવામા આવેલ છે અને શાળામા વિદ્યાર્થીઓ તથા લોકો માટે મેલેરીયા રોગ અંગે જનજાગ્રુતી આવે તે માટે રેલી,પત્રીકા વિતરણ,જુથ ચર્ચા પોરા દર્શન ગપ્પી ફીસ દર્શન અને એન્ટી લાર્વલ કામગીરી કરી લોકોને જાગ્રુત કરેલ છે. મેલેરીયા અંગે લોકોને સંદેશો આપી વિશ્વને મેલેરીયા મુક્તીના લક્ષ્યને પહોંચી વળવા મેલેરિયા વિવિધ પ્રકારે થાય છે જેમાં મેલેરીયા માદા એનોફિલીસ મચ્છર કરડવાથી થાય છે. જે મચ્છર ચોખ્ખા અને બધીયાર પાણી મા ઇંડા મુકે છે.

મેલેરીયા મચ્છર સાંજે અને રાત્રે વધારે સક્રિય હોય છે. મેલેરીયા રોગથી બચવા માટે ફૂલ કપડા પહેરો.ઘરમાં રહેલ પાણીના પાત્રોને હવા ચુસ્ત ઢાકી રાખી નિયમીત સફાય કરો.નકામા ટાયર ભંગારનો ચોમાસા પહેલા નિકાલ કરો મચ્છરદાનીનો ઉપિયોગ કરો. સાંજના સમયે ઘરમા લિમડાનો ધુમાડો કરો. મચ્છર વીરોધી રિપલેટનો ઉપિયોગ કરવો સરકારી દવાખાને મેલેરીયાનુ નિદાન વિના મુલ્યે થાય છે તો આટલી કાળજી રાખવામાં આવે તો ૨૦૨૫ સુધીમાં ગુજરાતને મેલેરીયા મુક્ત બનાવી શકાય.