૨૨ પ્રશ્નોમાંથી ૨૧ નો સ્થળ પર જ હકારાત્મક નિકાલ કરાયો
જાહેર જનતાના પ્રશ્નોનું સ્થાનિક કક્ષાએ જ નિરાકરણ થઈ શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. હાલના વડાપ્રધાન તેમજ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા તા. ૨૪ એપ્રિલ ૨૦૦૩ ના રોજ સ્વાગત કાર્યક્રમની શરુઆત કરવામાં આવી હતી.
હળવદમાં મામલતદાર કચેરી ખાતે યોજાયેલ સ્વાગત કાર્યક્રમમાં વિવિધ ખાતા ને લગતા ૨૨ પ્રશ્નો રજૂ થયેલ હતા. જેમાંથી ૨૧ પ્રશ્નોનો સ્થળ પર જ હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. ૨૧ પ્રશ્નોના સ્થળ પર જ હકારાત્મક નિકાલ થતાં સ્વાગત કાર્યક્રમમાં ગ્રામજનો તથા લાભાર્થીઓ દ્વારા હકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો.
આ કાર્યક્રમમાં તાલુકા સંકલન અધિકારીઓ નગરપાલિકાના વહીવટદાર તેમજ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.