ઉનાળા ની કાળઝાળ ગરમી માં ઠંડી છાશ વિતરણ ના કાર્યક્રમ થકી જન્મદિવસ ની અનોખી ઉજવણી કરશે
વિશાલ જયસ્વાલ હળવદ : હળવદ ના સામાજિક કાર્યકર અને મોરબી જિલ્લા યુવા ભાજપ મહામંત્રી તપનભાઈ દવે નો આજે જન્મદિવસ છે તપનભાઈ દવે પોતાના જીવન ના 32 વર્ષ પૂર્ણ કરી અને 33 માં વર્ષ માં મંગલ પ્રવેશ કરી રહ્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે તપનભાઈ દવે નાનપણ થી જ અનેકવિધ સેવાકીય કાર્યો સાથે જોડાયેલા છે જેમાં 16 વર્ષ ની ઉમર થી જ અંધ અપંગ અશક્ત ગૌમાતાઓ ની સેવા માં નિમિત્ત બની રહ્યા છે તેમજ 18 વર્ષ ની ઉંમરે પ્રથમ વખત રક્તદાન કરી અને અત્યાર સુધી માં 33 વખત રક્તદાન કરી ચૂક્યા છે અને સામાજિક સંસ્થાઓ ના સહયોગ થકી અનેક સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ માં ના આયોજનો માં નિમિત્ત બની અને હજારો બ્લડ ની બોટલ વિવિધ બ્લડ બેંક માં ગરીબ અને લોહી ની જરૂરિયાત છે તેવા દર્દી નારાયણ ના ઉપયોગ માં આવી હતી તેમજ અત્યાર સુધી માં અનેક નિશુલ્ક નેત્ર યજ્ઞ કેમ્પ અને નિશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ ના આયોજન થકી દર્દી નારાયણ ના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે અને કુદરતી આફતો ના સમય એ પણ સાથી કાર્યકરો સાથે રાહત કાર્ય માં જોડાય જતાં હોય છે સાથે સાથે સરકાર ની લોક કલ્યાણકારી યોજનાઓ ને છેવાડા ના વંચિત લોકો સુધી પહોચાડવા સતત પ્રયત્નશીલ હોય છે અને ખાસ કરી ગરીબ દર્દીઓ ને આયુષ્માન ભારત કાર્ડ કઢાવી સારા માં સારી હોસ્પિટલ માં નિશુલ્ક સારવાર મળી રહે તે માટે કાર્યરત છે
તેમજ તપનભાઈ દવે નાની ઉંમર થી જ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ના સ્વયં સેવક છે અને ભારતીય જનતા પાર્ટી માં યુવા મોરચા સનગઠન માં હળવદ શહેર થી લઈને ગુજરાત પ્રદેશ સુધી અનેકવિધ જવાબદારીઓ વહન કરી અત્યારે મોરબી જિલ્લા યુવા ભાજપ ના મહામંત્રી તરીકે જવાબદારી સંભાળી રહ્યા છે અને હળવદ નગરપાલિકા માં સૌથી નાની ઉંમરે ચૂંટાઈ આવ્યા હતા અને બાંધકામ સમિતિ , સેનીટેશન સહિત ની સમિતિઓ માં ચેરમેન તરીકે નિષ્ઠા પૂર્વક સેવાઓ આપી ચૂક્યા છે વેસ્ટર્ન રેલવે માં રાજકોટ વિભાગ માં DRUCC મેમ્બર તરીકે પણ સેવા આપી ચૂક્યા છે તપનભાઈ દવે તેમની સફળતા પાછળ પરિવાર જનો અને તમામ સ્નેહીજનો સાથી કાર્યકર્તાઓ ને શ્રેય આપી રહ્યા છે
તપનભાઈ જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યો થકી જન્મદિવસ ની ઉજવણી કરતા હોય છે આ જન્મદિવસ નિમિતે ઉનાળા ની કાળઝાળ ગરમી માં ઠંડી છાસ વિતરણ કરી જન્મદિવસ ની અનોખી ઉજવણી કરશે ત્યારે બહુમુખી પ્રતિભા ધરાવતા અને બહોળા પ્રમાણ માં મિત્ર વર્તુળ ધરાવતા તપનભાઈ દવે ના જન્મદિવસ નિમિત્તે તેમના મોબાઈલ નંબર 9727366100 પર અને વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શુભેચ્છાઓ નો વરસાદ વરસી રહ્યો છે