લોકવાર્તાકાર કાનજી ભુટા બારોટ છાત્રાલય માટે જગદીશ ત્રિવેદીએ પચીસ લાખ રૂપિયાના દાનની જાહેરાત

વિશાલ જયસ્વાલ હળવદ : અમરેલીમાં બારોટ સમાજ ટ્રસ્ટ દ્રારા બારોટ સમાજના દીકરા-દીકરીઓ માટે એક છાત્રાલયનું નિર્માણ થશે. આ છાત્રાલય માટે પચીસ લાખ રુપિયાની જમીન પણ ખરીદી લીધી છે અને એના ઉપર બે માળનું આશરે પંચોતેર લાખ રુપિયાનું બિલ્ડીંગ બનશે.

બારોટ સમાજના આગેવાનો અને ટ્રસ્ટીઓ દ્રારા આજે સુરેન્દ્રનગર ખાતે હાસ્યકલાકાર અને સમાજસેવક ડો. જગદીશ ત્રિવેદીનો રૂબરૂ સંપર્ક કરવામાં આવ્યો હતો ત્યારે જગદીશ ત્રિવેદીએ સમરસતાનું ઊત્તમ ઊદાહરણ પુરું પાડતા જણાવ્યું હતું કે બારોટ સમાજના છાત્રાલયને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા લોકવાર્તાકાર કાનજી ભુટા બારોટ બોર્ડિંગ એવું નામ આપવામાં આવે તો પોતે જમીનનો સંપૂર્ણ ખર્ચ રપ,૦૦,૦૦૦/- પચીસ લાખ રૂપિયાનું દાન આપશે.

સમગ્ર બારોટસમાજે જગદીશ ત્રિવેદીની આ વિનંતીને માન્ય રાખી હતી અને પાંચ તબક્કે આ દાન લઈને નિર્ધારિત સમયમાં આ બે માળનું બિલ્ડીંગ બનાવી આપવાની લેખિત બાંહેધરી આપી હતી. એના બદલામાં જગદીશ ત્રિવેદીએ પાંચ લાખ રૂપિયાનો પ્રથમ હપ્તો બારોટ સમાજ ટ્રસ્ટના ટ્રસ્ટીઓને સુપ્રત કર્યો હતો.

આમ એક કલાકાર દ્રારા એક જૂની પેઢીના કલાકારનું નામ ચિરંજીવ રહે એ માટે પ્રશંસનિય કાર્ય થયું છે. આ અગાઊ જગદીશ ત્રિવેદીએ પોતાના કલાગુરૂ પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડના નામની સરકારી પ્રાથમિક શાળા બનાવીને સરકારને ભેટ ધરી હતી. કુલ પાંચ કલાકારોના નામની પાંચ ઈમારત બનાવવાના જગદીશ ત્રિવેદીના સંકલ્પનું આ બીજું કદમ છે.

(તસ્વીરમાં બારોટ સમાજ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્રારા જગદીશ ત્રિવેદીનું બહુમાન તથા જગદીશ ત્રિવેદી તરફથી પાંચ લાખ રુપિયાનો પ્રથમ હપતો ટ્રસ્ટીઓ સ્વીકારતા જોવા મળે છે