હળવદ નગરપાલિકા ને રૂપિયા ની તંગી પડતા 20 કોન્ટ્રાક્ટ કર્મચારી ને છુટા કર્યા

વિશાલ જયસ્વાલ હળવદ : હળવદ નગરપાલિકામાં માર્ચ પુરો થતાની સાથે જ તિજોરી ખાલીખમ હોવાનું સામે આવ્યું છે. જેમાં જુદા જુદા વિભાગના 20 જેટલા કોન્ટ્રાક્ટ કર્મચારીઓને 1 મેથી તાત્કાલિક અસરથી છૂટ્ટા કરવામાં આવ્યા છે. જોકે નગરપાલિકામાં અનેક કર્મચારીઓ કોન્ટ્રાક્ટ બેઝથી સેવા આપતા હોય અને 20 જેટલા કર્મીઓને જ તાત્કાલિક અસરથી છૂટા કરાતા ક્યાંકને ક્યાંક નગરપાલિકાના વહીવટદાર સામે પણ આંગળીઓ ચીંધાઈ રહી છે. જ્યારે આ બાબતે ચીફ ઓફિસર નીલમબેન ઘેટીયાને પૂછતા તેમણે જણાવ્યું હતું કે, વધારાના હતા અને જેમની જરૂરીયાત ન હોવાથી છૂટ્ટા કર્યા હોવાનું કહ્યું હતું. છૂટ્ટા કરાયેલા વિભાગોની વાત કરીએ તો, લાયબ્રેરી, પાણી પુરવઠા, પટ્ટાવાળા, સ્ટ્રીટ લાઈટ, મહેકમ, ગેરેજ, ડ્રાઈવર, ફાયર શાખા, સેનીટેશન સહિતના વિભાગોના 20 જેટલા કર્મીઓને તાત્કાલિક છૂટ્ટા કરાતા શહેરમાં એક ચર્ચાનો દોર પકડ્યો છે. જેમાં અમુક કર્મચારીઓ માત્ર પગાર લેવા જ કચેરીએ આવતા હોવાની લોકચર્ચા જાગી છે. ત્યારે આવા કર્મી સામે પણ પગલા લેવાશે કે કેમ તે જોવાનું રહ્યું.

જોષી હેતલબેન રાકેશભાઈ (લાયબ્રેરી), ધાર્મિક નીતેશ પાટડીયા (પાણી પુરવઠા વસુલાત), વાઘેલા કૃપાલ તુલસીભાઈ (ઓફિસ પટ્ટાવાળા), રાઠો઼ડ હસમુખ મનસુખભાઈ (સ્ટ્રીટ લાઈટ શાખા), ઝાલા જયરાજસિંહ રાજદીપસિંહ (સ્ટ્રીટ લાઈટ શાખા), સોલંકી રાહુલભાઈ રમેશભાઈ (સ્ટ્રીટ લાઈટ શાખા), ભીમા કરશનભાઈ વાઘેલા (મહેકમ શાખા), મયુર કરમશીભાઈ કરોતરા (પાણી પુરવઠા શાખા), ધા-પરમાર શૈલેષ કાનજીભાઈ (ગેરેજ શાખા), જીતેન્દ્રપરી દિનેશપરી ગોસાઈ (ડ્રાઈવર), પંચાલ નાગરભાઈ હીરાભાઈ (સેનીટેશન શાખા), અર્જુનભાઈ પી પરમાર (ડ્રાઈવર), સોહિલ સુરેશભાઈ ઈંદરીયા (ફાયર શાખા), જયદાન ભરતદાન ગઢવી (ફાયર શાખા), પરમાર ભરતભાઈ દેવશીભાઈ (ફાયર શાખા), લલીતકુમાર મોહનભાઈ મકવાણા (ફાયર શાખા), સોલંકી વિપુલભાઈ દલપતભાઈ (ફાયર શાખા), સોનગ્રા મનોજભાઈ શંકરભાઈ (પાણી પુરવઠા), હાર્દિકભાઈ હરજીવનભાઈ (પાણી પુરવઠા), દલવાડી નંદલાલ ઠાકરશીભાઈ (પાણી પુરવઠા)