ધોરણ 10ના પરિણામમાં બોર્ડ પ્રથમ સાથે નવયુગ વિદ્યાલયની સિંહ ગર્જના

તારીખ 25/05/2023 ગુરૂવારના રોજ ધોરણ-10નું જ પરિણામ આવ્યુ તેમાં નવયુગ વિદ્યાલયના ચારોલા સ્મિત જીતેશભાઇ એ 99.99 PR મેળવી સમગ્ર ગુજરાત બોર્ડમાં પ્રથમ નંબરનું તેમજ મોરબી કેન્દ્રમાં પણ પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી સમગ્ર મોરબી જિલ્લાને ગૌરવ અપાવ્યું છે.

આ ઉપરાંત નવયુગ વિદ્યાલયનાં કુલ 23 જેટલાં માતબાર વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કરી સમગ્ર જિલ્લાનું,નવયુગ પરિવાર તેમજ પોતાના પરિવારનું નામ રોશન કરવા બદલ નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનનાં સુપ્રિમો પી.ડી.કાંજીયા તેમજ નવયુગ પરિવાર ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.

તેમજ ધોરણ-10 નું સમગ્ર બોર્ડનું રીઝલ્ટ 64.62% તેમજ મોરબી જિલ્લાનું 75.43% રીઝલ્ટ છે. જયારે તેમની સામે નવયુગ વિદ્યાલય-મોરબી શાળાનું 96% રીઝલ્ટ પ્રાપ્ત કરેલ છે.