મોરબી : સામાન્ય પરિવાની દીકરીએ ટ્યૂશન ક્લાસીસ વગર 99.89 PR મેળવ્યા

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવ્યું જેમાં મોરબી જિલ્લાએ ૮૩.૩૪ ટકા પરિણામ સાથે સમગ્ર રાજ્યમાં ત્રીજો ક્રમાંક મેળવ્યો હતો અનેમોરબી જિલ્લાના ૬૧ વિદ્યાર્થીઓ એ-૧ ગ્રેડ મેળવ્યા જેમાં નવયુગ વિધાલયના એ-૧ ગ્રેડ મેળવનાર સાત વિદ્યાર્થીઓ છે

મોરબીમાં રહેતા સામાન્ય પરિવાર માટે ખુશીનો અવસર આવ્યો ઠંડા પીણાની દુકાન ચલાવતા ચંદુલાલ ગોહિલની દીકરી ભક્તિએ ટ્યુશન ક્લાસીસ વગર ધોરણ 12 કોમર્સમાં 99.89 PR સાથે એ-૧ ગ્રેડ મેળવ્યો છે હાલ ટ્યુશન ક્લાલીસમાં જતા ઘણા વિદ્યાર્થીઓ નાપાસ થતા જોવા મળે છે પણ ભક્તિએ ટ્યુશન ક્લાસીસ માં નથી જઈ શકતા તેવા વિદ્યાર્થીઓ ને બળ આપ્યું છે કે ટ્યુશન ક્લાસીસ વગર પણ શ્રેષ્ઠ પરિણામ મળી શકે છે જરૂર છે તો માત્ર અભ્યાસ પ્રત્યેની લગન હોય તો તમે ધાર્યું પરિણામ મેળવી શકો છો

ભક્તિએ 99.89 PR સાથે એ-૧ ગ્રેડ મેળવ્યો છે તેની સાથે SP 100 માંથી 99, એલિમનેટ્સ ઓફ એક્ટ માં 100 માંથી 98 અને સ્ટેસ્ટિકસ 100 માંથી 97 ગુણ મેળવ્યા છે

ભક્તિએ નવયુગ વિદ્યાલયમાં અભ્યાસ કરીને આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે ભકતિએ ધોરણ 10 માં પણ ટ્યૂશન ક્લાસીસ વગર 99.07 PR મેળવ્યા હતા