મોરબી : ચાલુ વરસાદે વીજ પોલને રિપેર કરી વીજ પુરવઠો ફરી શરૂ કરવા PGVCL ની ટીમ કાર્યરત

બરવાળા ફીડર હેઠળ વીજ પુરવઠો પૂર્વવત કરવા કામગીરી શરૂ

બિપરજોય વાવાઝોડાના પગલે પીપળીયા ચાર રસ્તા નજીક બરવાળા ફીડર હેઠળની વીજલાઈન પોલ નમી ગયા હતા. જેના કારણે પીજીવીસીએલની ટીમે તાત્કાલિક ત્યાં પહોંચીને ચાલુ વરસાદે કામગીરી શરૂ કરી છે. ચાલુ વરસાદમાં કોન્ટ્રાક્ટર અને કામદારોએ વીજ પુરવઠો પૂર્વવત કરવાના કાર્યમાં જોડાઈ ગયા છે.

આ બાબતે કોન્ટ્રાક્ટર પ્રવીણભાઈ રબારીએ જણાવ્યું હતું કે, અમારી ટીમને પોલ નમી ગયાની જાણ થતા જ તાત્કાલિક અહીં પહોંચીને ટ્રેક્ટર, ક્રેન સહિતના અદ્યતન સાધન સામગ્રીથી સમારકામની કામગીરી ચાલુ કરી દીધી છે. થોડા જ સમયમાં બરવાળા ફીડર હેઠળ વીજ પુરવઠો પૂર્વવત કરી દેવામાં આવશે.