મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા સંભવિત વાવાઝોડાં ને પગલે સેવાયજ્ઞ સતત ૪ દિવસથી અવિરત ચાલુ

મંદીર દ્વારા સંભવિત વાવાઝોડાં ના પગલે મોરબી જિલ્લાના સ્થળાંતરિતો માટે કરવામાં આવી રહી છે ભોજન પ્રસાદ વ્યવસ્થા, વાવાઝોડાંના અસરગ્રસ્તો માટે પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી બંને ટાઈમ ભોજન વ્યવસ્થા કરવામાં આવશે

  વિવિધ પ્રકારની માનવસેવા પ્રદાન કરતાં મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા હરહંમેશ કુદરતી આફત સમયે અવિરત સેવા અર્પણ કરવામાં આવે છે. ત્યારે પ્રવર્તમાન સમયે સમગ્ર ગુજરાત પર બિપરજોય વાવાઝોડાંનુ સંકટ તોળાઈ રહ્યું છે. રાજ્ય સરકાર તેમજ સ્થાનિક જિલ્લા વહીવટી તંત્ર રાઉન્ડ ધ ક્લોક એક્શન મોડમાં આવી ગયેલ છે

 ત્યારે મોરબી જિલ્લાના નવલખી બંદરની આસપાસના વિસ્તારો સહિત સમગ્ર જિલ્લામાં સ્થળાંતર પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે. સંકટના સમયે જિલ્લા વહીવટી તંત્ર સાથે જિલ્લાની સામાજિક સંસ્થાઓ, મંદિર ટ્રસ્ટ, ઔદ્યોગિક એસોસિએશન વગેરે સ્થાનિક જિલ્લા વહીવટી તંત્ર સાથે ખભેખભો મિલાવી કામગીરી કરી રહ્યા છે. ત્યારે  મોરબી શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા અસરગ્રસ્તો તેમજ સ્થળાંતરિતો માટે બંને ટાઈમ ભોજન પ્રસાદની વ્યવસ્થા ૪ દિવસથી કરવામાં આવી રહી છે.

     જિલ્લા વહિવટી તંત્ર સાથે સંકલનમાં રહીને મોરબીના શ્રી જલારામ પ્રાર્થના મંદિરના અગ્રણી સર્વશ્રી ગીરીશભાઈ ઘેલાણી, દીપકભાઈ પોપટ, જયેશભાઈ કંસારા, હરીશભાઈ રાજા,નરેન્દ્રભાઈ રાચ્છ, નિર્મિતભાઈ કક્કડ, અનિલભાઈ સોમૈયા, પ્રવિણભાઈ કારીયા, સુનિલભાઈ પુજારા, સચિનભાઈ કાનાબાર, જયંતભાઈ રાઘુરા દ્વારા મોરબી જિલ્લાના સ્થળાંતરિતો માટે ભોજન પ્રસાદની વ્યાવસ્થા કરવામાં આવી રહી છે. પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી બંને ટાઈમ અસરગ્રસ્તો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવશે તેમ સંસ્થાના અગ્રણીઓએ વધુમાં જણાવ્યુ હતું.