મોરબી 181 મહિલા અભયમ હેલ્પલાઇન તેમજ સખીવન સ્ટોપ સેન્ટર દ્વારા યોગ દિવસની ઉજવણી કરાઈ

તારીખ 21/06/2023 ના રોજ વિશ્વ યોગ દિવસ નિમિતે મોરબી જિલ્લા મહિલા અને બાળ અધિકારી તથા દહેજ પ્રતિબંધક સહરક્ષણ અધિકારી ના માર્ગદર્શન હેઠળ ચાલતા મોરબી સખી વન સ્ટોપ સેન્ટર ખાતે યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી. આ અંતર્ગત ઉપસ્થિત તમામ ને યોગ અને આસન ના ફાયદા વિશે પણ ઉપસ્થિતિતો ને માહિતગાર કરવામાં આવ્યા હતા.

મહિલા હેલ્પલાઇન ના કાઉન્સેલર સેજલબેન અને કોન્સ્ટેબલ રીટાબેન તેમજ સખીવન સ્ટોપ સેન્ટર ના કર્મચારીઓ વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રના સામાજીક કાર્યકર, પોલીસ સ્ટેશન બેઈઝ સપોર્ટ સેન્ટરને કાઉન્સેલર સહભાગી બન્યા હતા.