એચ. એલ સોમાણી ફાઉન્ડેશન અને હેલ્પએજ ઇન્ડિયા દ્વારા વાંકાનેર ના સરતાનપર અને વઘાસિયા તથા મોરબી તાલુકા ના સિરામિકસિટી, ભડિયાદ,જવાહરનગર, જાંબુડિયા, લાલપર,મકનસર,પ્રેમજી નગર,પાનેલી, લઘધિરપુર,ઉચી માંડલ,નીચી માંડલ, ઘૂટુ,પીપળી,બેલા અને રંગપર ગામમાં 380 આરોગ્ય અને સ્વચ્છતા કિટો નું વિતરણ કરવામાં આવ્યું.
જેમાં 55 વર્ષ થી વધુ વયના વડીલોના સ્વાસ્થ્ય વિશે જાગૃત લાવવાના હેતુ થી કરવામાં આવ્યું હતું, જેઓ આર્થિક રીતે તેમની જરૂરિયાતો ને પહોંચી વળવા અને તેમના સ્વાસ્થ્ય ની કાળજી લેવા માટે સક્ષમ નથી.
આ કાર્ય ને સફળ બનાવવા એચ. એલ સોમાણી માંથી અશ્વિની કુમાર, રામોતર સિંઘ, જયંતિ પનારા, દેવેન્દ્ર વાઘ, સુરેશ કોરિયા તથા હેલ્પ એજ ઇન્ડિયા મોરબી મોબાઇલ હેલ્થવેન સ્ટાફ અને દરેક સરપંચ, આશાવર્કર,ગામના આગેવાનો ના સહયોગ થી આ કાર્યક્રમ સુંદર રીતે પૂર્ણ કરવામાં આવ્યો હતો.