લ્યો બોલો! VCEએ અસલી તલાટીની સહી કરી આવકનો દાખલો કાઢી આપ્યો

ગ્રામ પંચાયત કચેરીઓમાં તલાટીઓની કામગીરી VCE જ સંભાળતા હોવાની અવાર નવાર ફરિયાદો સાંભળવા મળતી હોય છે. ત્યારે નવા માલણીયાદ ગામના નકલી VCEએ હાલમાં અસલી તલાટી કમ મંત્રીની સહી કરીને આવકનો દાખલો ઈશ્યુ કરી આપ્યો હતો. જેથી કરીને સરકારી દસ્તાવેજો સામે ચેંડા થયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે સરકારી અધિકારીની સહીનો દૂરઉપયોગ કરનાર VCE સામે ક્યારે પગલા લેવાશે તે પણ જોવું રહ્યું. વધુમાં નકલી VCEએ હળવદ પોલીસ મથકે પચાસથી વધુ ખેડૂતોની હાજરીમાં આવકના દાખલામાં અરજદારને સહી કરી આપી હતી. તેમ છતાં પણ VCE દ્વારા સહી નહીં કરી આપ્યાનું રટણ કરવામાં આવી રહ્યું છે. જ્યારે આ બાબતે ગ્રામ પંચાયત તલાટી કંમ મંત્રી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, આ બાબતે હું કંઇ જાણતો નથી.

તલાટી મંત્રીએ જણાવ્યું હતું કે 99 નંબર નો આવકનો દાખલો રજીસ્ટરમાં નોંધાયેલ નથી ત્યારબાદ 100 101 તેમજ 102 આમ કુલ ત્રણ સરકારી કાગળ ગુરુવાર સાંજ સુધીમાં નીકળ્યા હતા. તો 99 નંબર નું રજીસ્ટ્રેશન કેમ થયું નથી આ બાબતે તપાસ થાય તો અનેક ખૂલાસા સામે આવે વધુમાં અગાઉ પણ વીસીએ કોઈ આવા દાખલાઓમાં સહી કરી છે કે કેમ તે પણ તપાસનો વિષય ?