મોરબી :રોટરીગ્રામ (અ.) પ્રાથમિક શાળાના શિક્ષિકાનો વિદાયમાન સન્માન કમ ત્રિવિધ કાર્યક્રમ યોજાયો

કહેવાય છે કે શિક્ષક એ સમાજ અને રાષ્ટ્રનો ઘડવૈયો છે.શિક્ષકોનું સન્માન એ રાષ્ટ્રનું સન્માન છે.આ ભાવનાને ચરિતાર્થ કરતો વિદાયમાન સન્માન કાર્યક્રમ મોરબી તાલુકાની શ્રી રોટરીગ્રામ (અ.) પ્રાથમિક શાળામાં શાળા પરીવાર સને સમસ્ત રોટરીગ્રામ ગામ સમસ્ત દ્વારા યોજાઈ ગયો.શાળાના શિક્ષિકાશ્રી કંચનબેન ડી.બોડા કે જેઓ શાળાના આચાર્યશ્રી અને જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પૂર્વપ્રમુખશ્રી એવા મણીલાલ વી.સરડવાના ધર્મપત્ની છે. તેઓશ્રી વયનિવૃત થતા તેમનો વિદાયમાન સન્માન સમારોહ તા.30 જૂનના રોજ મહેમાનશ્રીઓ,અધિકારીશ્રીઓ,દાતાશ્રીઓ અને સમસ્ત ગ્રામજનોની હાજરીમાં યોજાઈ ગયો.

રોટરી ગ્રામ (અ.) ખાતે નોકરી કરતા શિક્ષિકા કંચનબેન દામજીભાઈ બોડા નિવ્રુત થતાં ગ્રામજનોએ ભાવભેર વિદાય આપી

કંચનબેન દામજીભાઈ બોડા નો જન્મ બેલા ગામમાં ખેડૂત પરિવારમાં થયો હતો, સ્વાભાવિક વાત છે એ સમયે જીંદગી થોડી સ્ટ્રગલ વાળી તો હોય, મોટા પરીવારો, ટેકનોલોજી નો અભાવ, પુરતી સલાહ ના મળે તેમજ દીકરાને પણ ના ભણાવતા તો પછી દીકરી નું વિચારાય જ નહીં, આવાં કઠીન સમયમાં પરિશ્રમ કરીને ખેતી કરતાં કરતાં અભ્યાસ પુર્ણ કર્યોને શિક્ષક બન્યા.
તા. ૩૦/૦૬/૨૦૨૩ ના રોજ વયમર્યાદા ૫૮ વર્ષે નિવૃત્ત થતા શિક્ષિકાશ્રી કંચનબેન બોડા તરફથી પે સેન્ટર પરિવારની પાંચેય શાળાના બાળકોને સ્કૂલબેગ, પાંચેય સ્કૂલોમાં રામહાટ અર્પણ કરીને ૩૦૦ બાળકોને ખુશ કરી મસમોટું પુણ્યનું ભાથું બાંધ્યું. આ પ્રસંગે ગ્રામજનો દ્વારા રોટરીગ્રામ માં ધુવાણાબંધ જમણવાર નું આયોજન કરવામાં આવ્યું તેમજ અધિકારીઓ, કર્મચારીઓ તેમજ ગ્રામજનો દ્વારા કંચનબેન દામજીભાઈ બોડા ને ભાવભેર વિદાય માન સન્માન આપવામાં આવ્યું.શાળા પરિવાર દ્વારા તેઓનું વિશિષ્ટ વિદાયમાન સન્માન કરવામાં આવ્યું.

આ પ્રસંગે બગથળા નકલંક મંદિરના મહંત પૂજય દામજી ભગતે હાજરી આપી આશીર્વચન પાઠવ્યા, સમૂહલગ્ન સમિતિના પ્રમુખ મનુભાઈ કૈલાએ પોતાના વક્તવ્યમાં ગામલોકોની લાગણી જોઈને કહ્યું બેનનું કામ બોલે છે.લોકો ચાલુ વરસાદે પણ ઊભા હતા.પર્યાવરણ ઉપર પ્રકાશ પાડ્યો,મોરબી જી.પ્રા.શિ.સંઘના પ્રમુખ ઘનશ્યામભાઈ દેથરિયા,મહામંત્રી દિનેશભાઈ હુંબલ, નરેન્દ્રભાઈ કાલરીયા, શૈક્ષિક મહાસંઘ તરફથી મહામંત્રી કિરણભાઈ કાચરોલા, હિતેન્દ્રભાઈ ગોપાણી, રાકેશભાઈ કાંજીયા, કેની અશોકભાઈ વડાલિયા,તા. શાળા પરિવાર,ગ્રામજનો સગા સબંધી દાતાશ્રીઓ વગેરે એ આજના ત્રિવિધ કાર્યક્રમમાં હાજરી આપી. શૈલેષભાઈ,હર્ષદભાઈ અને અશ્વિનભાઈની જોડીએ સંગીતની મોજ કરાવી. બાળકોનો રંગારંગ કાર્યક્રમ જમાવટભર્યો બની રહ્યો .આ સમારોહ અંતર્ગત શાળાના વીસ વર્ષ પૂર્ણ થતાં ગામના વડીલો દ્વારા વીસ દિપજ્યોત પ્રજજવલિત કરી દ્વિદશાબ્દિ સમારોહ યોજાયો.સાથે સાથે શાળાના કાયમી દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું.શાબ્દિક સ્વાગત આચાર્ય મણીભાઈ અને આભાર વિધિ આદ્રોજા ગજાનનભાઈએ કરી.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શિક્ષકશ્રી પ્રાણજીવન વિડજા દ્વારા કરવામાં આવ્યું.

આ કાર્યક્રમ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તરફથી તેમજ શાળા પરિવાર વતી કરવામાં આવ્યો