મોરબીની બાળકીએ વિશ્વસ્તરીય લેવલના ફેશન શોમાં સૌને મંત્રમુગ્ધ કર્યા

નવયુગ પ્રિસ્કૂલમા અભ્યાસ કરતી વિદ્યાર્થીની છત્રોલા ક્રીશી સન્નીભાઈએ લખનૌમા યોજાયેલ વિશ્વ સ્તરીય લેવલના ફેશન શો મા આટલી નાની ઉંમરમા પોતાની અદભુત આવડતથી શાનદાર કેટવૉક કરી સૌને મંત્રમુગ્ધ કરીને નવયુગને ગૌરવવંતુ બનાવ્યું હતું

માત્ર 5 વર્ષની બાળકીએ આ સ્પર્ધા જીતીને એશિયા લેવલે મોરબીને રોશન કર્યું છે ત્યારે સંસ્થાના પ્રમુખ પી.ડી.કાંજીયા તથા નવયુગ પ્રેપ સેક્શન નો સમગ્ર સ્ટાફ ખુબ ખુબ અભિનંદન પાઠવે છે તેમજ ગૌરવ ની લાગણી અનુભવે છે