મોરબી : ઝૂંપડપટ્ટીના બાળકોને નાસ્તો કરાવી જન્મદિવસની પ્રેરણાદાય ઉજવણી કરી

મોરબીમાં સેવાકીયની જ્યોત પ્રચલિત કરતું અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપના સભ્ય તથા મોરબીમાં છેલ્લા સાતેક વર્ષથી ટ્રાફિક બ્રિગેડમાં ફરજ બજાવતા ભારતીબેન મગનભાઈ હમીરપરાના આજે જન્મદિવસ નિમિત્તે પ્રેરણાદાય ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં મોરબીના સર્કીટ હાઉસ, અગ્નનેશ્વર મહાદેવ મંદિર, મયુર બ્રિજ નીચેની તથા નવલખી ફાટક પાસે આવેલ ઝુંપડપટ્ટીમાં રહેતા બાળકોને નાસ્તો કરાવવામાં આવ્યો હતો. ત્યારે બાળકોના ચહેરા પર આનંદ જોઈ ભારતીબેને જન્મદિવસની સાર્થક રીતે ઉજવણી કરી હતી. આ સેવાકાર્યણાં અનસ્ટોપેબલ વોરીયર ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલ સહિત ગ્રુપના સભ્યો જોડાયા હતા.