મોરબી : બિલિયા શાળામાં બાળકોએ બનાવી સ્વાદિષ્ટ વાનગી

મોરબી,આજના સમયમાં વિદ્યાર્થીઓ માત્ર પુસ્તકિયું જ્ઞાન જ મેળવે એટલું જ પૂરતું નથી પણ વિદ્યાર્થીઓ વ્યાવસાયિક શિક્ષણ પ્રાપ્ત કરે એ ખુબજ જરૂરી છે, પ્રવર્તમાન સમયમાં સારા પ્લામ્બરની જરૂર છે, સારા કડીયાની જરૂર છે, સારા રસોયાની પણ જરૂર છે,સારા સંગીતકાર,ગાયક,વક્તા આવા બધા જ વ્યવસાયકારો ખુબજ સારૂં કમાય છે ત્યારે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પણ ધો.6 થી 8 માં વૉકેશનલ ટ્રેનિંગની વ્યવસાયલક્ષી શિક્ષણની જોગવાઈ કરેલ છે ત્યારે બીલીયા પ્રાથમિક શાળામાં શિક્ષકોના માર્ગદર્શન હેઠળ ધોરણ છ થી આઠના બાળકો દ્વારા વાનગી સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ

જેમાં બાળકોએ ચણા ચાટ, પાણી પુરી,ભેલ, ભુગરા બટેટા , વેજીટેબલ સેન્ડવીચ,મિની પિઝા વગેરે વાનગી બનાવવામાં તમામ બાળકોએ ભાગ લીધો તે બદલ તમામ વિદ્યાર્થીઓને કિરણભાઈ કાચરોલા આચાર્ય તેમજ તમામ શિક્ષકોએ ખુબ ખુબ ધન્યવાદ પાઠવ્યા હતા.