રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વાંકાનેર દ્વારા ગુરુ વંદના કાર્યક્રમનું આયોજન ગાયત્રી મંદિર વાંકાનેર ખાતે ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું.જેમાં પ્રત્યેક વ્યક્તિના જીવનમાં ગુરુનું વિશિષ્ટ મહત્વ હોય છે અને દરેક વ્યક્તિ માટે ગુરૂ પૂજન પણ અનન્ય મહિમા ધરાવે છે. ગુરુ પૂજનના આ ઉત્સવને ” ગુરુપૂર્ણિમા ઉત્સવ ” તરીકે ઉજવાય છે.
આ કાર્યક્રમ માં ઉપસ્થિત મહેમાનઓ માં રાજયોગિની બ્રહ્માકુમારી શેલા દીદી ( વાંકાનેર સેવાકેન્દ્ર સંચાલિત ), બ્રહ્માકુમારી સરિતા દીદી, રસીલાબેન ( સામાજિક ક્ષેત્રે ઘણું યોગદાન ધરાવતા ),ગાયત્રી શક્તિપીઠના મહંત પૂજ્ય અશ્વિન બાપુ, મહાવીરસિંહ , વાંકાનેરના તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી મંગુભાઈ ..વગેરે મહેમાનોએ હાજરી આપી કાર્યક્રમને દીપાવ્યો.




ગુરુ વંદના કાર્યક્રમની શરૂઆત સૌ પ્રથમ મોરબી જિલ્લાના સહપ્રચાર મંત્રી નિરવભાઈ બાવરવા દ્વારા સંગઠનમંત્રથી કરવામાં આવ્યો અને ત્યારબાદ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને શોભાવવામાં આવ્યો.
કાર્યક્રમની શરૂઆતમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વાંકાનેર તાલુકાના અધ્યક્ષ અશોકભાઈ સતાસિયા દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું અને કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું પુસ્તક આપી સ્વાગત કરવામાં આવ્યું.
ગુરુ વંદના કાર્યક્રમમાં મુખ્ય પ્રવક્તા રાજયોગિની બ્રહ્માકુમારી શેલા દીદી દ્વારા ગુરુનું સ્થાન , ગુરુનું મહત્વ આજના સમાજમાં કેવું હોવું જોઈએ તેની સચોટ અને પ્રેરણાદાય માહિતી આપવામાં આવી. સમાજની અંદર ગુરુઓનું વંદન અને પૂજન કેમ કરવામાં આવે છે અને હિન્દુ સંસ્કૃતિમાં ગુરુઓનો શું મહિમા હતો અને હાલના સમય માં શું મહિમા છે.તેનો ભેદ સમજાવ્યો. અને એક પ્રાસંગિક પ્રસંગ દ્વારા ગુરુ અને શિષ્ય વચ્ચેનો મહિમા સમજાવ્યો. શસ્ત્ર ચલાવવા એકાગ્રતા જોઈએ તેમજ શાસ્ત્રોને સમજવા માટે પણ એકાગ્રતા જોઈએ અને આ જ શાસ્ત્રોનું જ્ઞાન ગુરુઓ દ્વારા આપણા શિષ્યોને કેવી રીતના આપવું તેની સચોટ માહિતી આપી સાથે જ આજના આ કાર્યક્રમમાં દરેક ગુરુઓને એક પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી જેમાં વ્યસન મુક્તિ, નિષ્ઠાપૂર્વ ફરજ બજાવવી અને વિદ્યાર્થીઓમાં સંસ્કારોનું સિંચન કરાવવું આ વાત નું સાચા અર્થમાં પાલન કરશું.
બાળકની સૌપ્રથમ ગુરુ તેની માતા હોય છે અને સમાજની અંદર બાળકનો સંપૂર્ણ વિકાસ જેવો કે આધ્યાત્મિક,સામાજિક, વૈચારિક જેવા ગુણોનું સિંચન ફક્ત અને ફક્ત તેના ગુરુ જ કરી શકે છે તેથી જ બાળકનો બીજો ગુરુ કેહવામાં આવે છે તેના વિશે અને હિન્દુ ધર્મમાં ગુરુ વિશેની વ્યાખ્યા શું છે? તે ગાયત્રી શક્તિપીઠના મહંત શ્રી અશ્વિન બાપુ એ તેના અમી વચનો દ્વારા અભિવ્યક્ત કર્યું.
મહાસંઘ મહિલા પાંખના ઉપાધ્યક્ષ અને સુરેન્દ્રનગર વિભાગ મહિલા સહ સંગઠન મંત્રી ડૉ. લાભુબેન કારાવદરા દ્વારા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કરવામાં આવ્યું કાર્યક્રમને સમાપન તરફ લઈ મોરબી જિલ્લા ના સહ પ્રચારમંત્રી નિરવભાઈ બાવરવા દ્વારા કલ્યાણ મંત્ર કરી અંતે ઉપસ્થિત દરેક કાર્યકર્તા એ સરૂચી ભોજન કર્યું તેમ વાંકાનેર તાલુકા ના પ્રચાર મંત્રી અરવિંદભાઈ દ્વારા જણાવવામાં આવે છે.
