હળવદ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરૂ વંદના કાર્યક્રમ યોજાયો

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ હળવદ દ્વારા ગુરુ વંદના કાર્યક્રમનું આયોજન વૈજનાથ મંદિર હળવદ ખાતે કરવામાં આવ્યું.જેમાં પ્રત્યેક વ્યક્તિના જીવનમાં ગુરુનું વિશિષ્ટ મહત્વ હોય છે અને દરેક વ્યક્તિ માટે ગુરૂ પૂજન પણ અનન્ય મહિમા ધરાવે છે. ગુરુ પૂજનના આ ઉત્સવને ” ગુરુપૂર્ણિમા ઉત્સવ ” તરીકે ઉજવાય છે.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનઓમાં મુખ્ય અતિથિ તરીકે હળવદ તાલુકાના તાલુકા વિકાસ અધિકારી મેહુલકુમાર સિંધવ, મુખ્ય વક્તા તરીકે સ્વામીશ્રી ભક્તિનંદન સ્વામી(જૂનું ટાવર વાડું સ્વામિનારાયણ મંદિર હળવદ),રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબીના કા.અધ્યક્ષ પ્રવીણભાઈ ધોળુ,જિલ્લા સહકાર્યવાહ સુરેન્દ્રનગર નિલેશભાઈ,રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ હળવદના અધ્યક્ષ વાસુદેવભાઇ ભોરણીયા, રાજ્ય કારોબારી કરશનભાઈ ડોડીયા,નટુભાઈ પટેલ,રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના મંત્રી રાજુભાઇ ગોહિલ વગેરે મહેમાનોએ હાજરી આપી કાર્યક્રમને દીપાવ્યો.

ગુરુ વંદના કાર્યક્રમની શરૂઆત મંત્રી રાજુભાઈ ગોહિલ દ્વારા સંગઠનમંત્રથી કરવામાં આવી અને ત્યારબાદ કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને શોભાવવામાં આવ્યો. કાર્યક્રમની શરૂઆતમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ હળવદ તાલુકાના અધ્યક્ષ વાસુદેવભાઇ ભોરણિયા દ્વારા પરિચય તથા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું અને કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનોનું પુસ્તક આપી સ્વાગત કરવામાં આવ્યું.ત્યારબાદ ગુરુવંદના કાર્યક્રમને અનુરૂપ મુખ્ય અતિથિ તરીકે પધારેલા તાલુકા વિકાસ અધિકારી મેહુલકુમાર સિંધવ અને મુખ્ય વક્તા તરીકે પધારેલા ભક્તિનંદન સ્વામી.દ્વારા ગુરુનું મહત્વ સુંદર રીતે સમજાવવામાં આવ્યું.

રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ હળવદ તાલુકાના કોષાધ્યક્ષ અને સીઆરસી કો.ઓ. માલણીયાદ હરમિતભાઈ પટેલ દ્વારા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કરવામાં આવ્યું કાર્યક્રમને સમાપન તરફ લઈ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના સંગઠનમંત્રી હિતેશભાઈ જાદવ દ્વારા આભારવિધિ કરવામાં આવી અને છેલ્લે હરમિતભાઇ પટેલ દ્વારા કલ્યાણ મંત્ર કરી અંતે ગુરુવંદના કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો. તેમ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ હળવદના ઉપાધ્યક્ષ પરેશભાઈ પટેલની યાદીમાં જણાવવામાં આવે છે.