મોરબી જેતપર રોડ પર રંગપર પાસે બનતા નાલાનુ ડ્રાઈવર્ઝન તુટી જતા વાહન વ્યવહાર ખોરવાયો

મોરબી જેતપર રોડ પાવડીયારી વિસ્તારમાં ભારે વરસાદના કારણે રોડ પર જળબંબાકાર જેવી સ્થિતિ

મોરબી જેતપર રોડ પર રંગપર બેલા પાવડીયારી વિસ્તારમાં મેઘરાજા મુશળધાર વરસતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી જેના કારણે રંગપર પાસે બનતા પુલના નાલા પાસે આપેલ ડ્રાઈવઝન ભારે વરસાદના કારણે તુટી જતા વાહન વ્યવહાર ખોરવાયો હતો

જેથી મોરબી જેતપર તરફ જતા વાહનો અટવાયા હતા જેના કારણે બંન્ને સાઈડ વાહનોના થપ્પા લાગ્યા હતા તેમજ પાવડીયારી પાસે રોડ પર ઢીંચણ સમા પાણી ભરાતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી