વિશાલ જયસ્વાલ હળવદ : હું હળવદ નો ગૌરવ પથ સમાન સરારોડ (સરા નાકા થી સરા ચોકડી) હળવદ એ મને ગૌરવ પથ નું બિરુદ આપ્યું એવો હું સરા રોડ ઘણી વખત મને એવું થાય કે મારા ઉપર દરરોજ હજારો લોકો નીકળતા હશે પણ કેમ ક્યારેય કોઈ મારા તૂટેલા ભાંગેલા અંગોને રીપેરીંગ નહીં કરતા હોય ઘણી વખત તો એવું પણ થાય કે મારા ઉપર નગરપાલિકાના ચીફ ઓફિસર ની ગાડી પસાર થાય મામલતદાર ની ગાડી પસાર થાય હળવદના નાનાથી લઈ મોટા નેતાઓની ગાડી પસાર થાય ધારાસભ્ય ની ગાડી પસાર થાય તો પણ કેમ ક્યારેય મારા પર પડેલા ખાડાઓનો રીપેરીંગ કરવા વિચારતા નહીં હોય હું છેલ્લા ઘણા વર્ષોથી આવી જ પીડાઓ સહન કરું છું દરરોજ નીકળતા હજારો લોકો મને મનોમન ગાળો આપતા હશે ઘણી બધી વખત લોકો મારા ઉપર પડેલા ખાડાઓને કારણે પડતા હોય છે
તેમજ વાહનોને પણ ઘણી મુશ્કેલી થતી હોય છે ત્યારે તમે બધા લોકો તો દિવાળીના તહેવારે તેમજ અલગ અલગ તહેવારે નવા નવા કપડાઓ બદલતા હોય પરંતુ મને તો વર્ષો થઈ ગયા પણ ક્યારેય કોઈ નવા કપડાં પહેરાવ્યા નથી અનેક નેતાઓ બદલાઈ ગયા પણ મને કોઈ નવા કપડાં પહેરાવતા નથી કંઈક તો વિચારો મારું લોકો મારાથી કંટાળી ગયા છે મારા જુના કપડા ફાટી ગયા છે લોકો આ ફાટેલા તૂટેલા કપડાથી મને ધિક્કારી રહ્યા છે હવે કંઈક તમારા મનમાં વિચાર આવે તો મારા ઉપર નવા કપડાં પહેરાવશો એવી મને તમારી પાસે આશા છે ઘણી વખત મને એવો મનોમન વિચાર થાય આ પાળીયાઓની ભૂમિ ના લોકો નિરમાલીય કેમ થઈ ગયા છે શું હવે હું જાગી જવ ? કે પછી મારા ફાટેલા તૂટેલા કપડાં ઉપર રાજકારણ રમતા નિરમાલીયા નેતાઓ મારા ઉપર ભ્રષ્ટાચાર રૂપી ટાંકા લેવામાં આવશે કે પછી મને સાચા અર્થમાં વિકાસ એવોર્ડ મળશે