મોરબી સબ જેલમાં જેલ સ્ટાફ તથા કેદીઓને ફાયર ડેમોન્સટ્રેશન અને ટ્રેનિંગ અપાય

મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ દ્વારા મોરબી સબ જેલમાં જેલ સ્ટાફ તથા કેદીઓને ફાયર ડેમોન્સટ્રેશન અને ટ્રેનિંગ આપવામાં આવી.

આગ ના લાગે એ માટેના જરૂરી પગલાં, આગ લાગે ત્યારે કેવી રીતે કામગીરી કરવી તેમજ ફાયરના સાધનોથી આગ કેવી રીતે બુઝાવવી એ તેમજ આગ બુજાવતા સમયે કઈ કઈ બાબતની તકેદારી રાખવી તેના વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ ઉપરાંત ફાયર સાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તેના વિશે પણ પ્રેક્ટીકલ કરી મોરબી સબ જેલના સ્ટાફ તથા કેદીઓ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોરબી જેલના અધિક્ષક ડી.એમ.ગોહેલ તથા જેલના કર્મચારીઓ અને જેલમાં રહેલા બંદિવાનો ઉપસ્થિત રહ્યા હતા.