લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને સામાજિક વનીકરણ દ્વારા રોપા અને ચકલા ઘરનું વિતરણ કરાયું

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા વધુ વૃક્ષો વાવો અને પર્યાવરણ બચાવો હેતુ સબબ શ્રી સતયેશ્વર મહાદેવ મંદિર ખાતે ઉમિયા સર્કલ પાસે ફળાઉ વૃક્ષો તેમજ શીતળતા આપતા મોટા વૃક્ષના રોપા વિતરણ કરવામાં આવ્યા હતા જેમાં આશરે ૧૨૦૦/- રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું એવીજ રીતે ચકલાઓને રહેવા અને શીતળતા મળે તે માટે ચકલા ઘરનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું જે ૧૦૦૦/- માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું

આ બંને પ્રોજેક્ટમાં લાયન્સ કલબ ઓફ મોરબી સીટી ના પ્રેસિડેન્ટ લા. કેશુભાઈ દેત્રોજા સેક્રેટરી લા. ટી. સી. ફૂલતરિયા ખજાનચી લા. મણિલાલ જે. કાવર, પ્રોજેક્ટ ચેરમેનો લા. મહાદેવભાઈ ચિખલિયા, લા. નાનજીભાઈ મોરડીયા, પાસ્ટ પ્રેસિડેન્ટ લા.અમિતભાઈ સુરાની, લા. અમરસીભાઈ અમૃતિયા, લા. ભીખાભાઈ લોરિયા, લા. જીજ્ઞેશભાઈ કાવર, સભ્યો લા.મહાદેવભાઈ ઊંટવડીયા, લા. પ્રાણજીવન ભાઈ રંગપડીયા અને લા. જયેશ સંઘાણી, લા. દિપકભાઈ દેત્રોજા, સતેશ્વર મંદિરના પૂજારી ગૌતમભાઈ અને રાજેશગીરી હાજર રહી ને સહકારની ભાવના સાથે આ બંને પ્રોજેક્ટો પૂર્ણ કરવા માં આવ્યા