આગામી 27 જુલાઇ ના રોજ માર્કેટિંગ યાર્ડ હળવદ ની ચૂંટણી યોજવા જઈ રહી હોય તેવામાં માર્કેટિંગ યાર્ડ હળવદની ચૂંટણીને ધ્યાન રાખી અલગ અલગ પેનલના જેમ કે ખેડૂત પેનલ 10 વેપારી પેનલના ચાર આમ કુલ ૧૪ ડિરેક્ટર માટેની ચૂંટણી યોજવાની છે ત્યારે મોરબી જિલ્લા રજીસ્ટર ની હાજરીમાં 30 ફોર્મ ભરવામાં આવ્યા છે
જેમાં 24 જેટલા ફોર્મ ખેડૂત પેનલ માટે પાંચ જેટલા ફોર્મ વેપારી પેનલ માટે તેમજ એક ફોર્મ ખરીદ વેચાણ સંઘમાંથી ભરવામાં આવ્યું છે જો વાત કરવામાં આવે તો હળવદ માર્કેટિંગ યાર્ડ માં છેલ્લા ઘણા વર્ષોથી ભાજપનું શાસન રહ્યું છે કોંગ્રેસ ક્યારેય સફળ થઈ નથી ત્યારે આ વખતે પણ કોંગ્રેસે ચૂંટણી લડવાના મૂળમાં હોય ત્યારે આ માર્કેટિંગ યાર્ડમાં કોંગ્રેસના ખેડૂત પેનલના 10 ફોર્મ ભરવામાં આવ્યા છે
તેમજ ભાજપના ખેડૂત પેનલના 14 જેટલા ફોર્મ ભરવામાં આવ્યા છે ત્યારે વેપારી પેનલ ના પાંચ ફોર્મ ભરવામાં આવ્યા છે જેમાંના સામા પક્ષે કોઈ ન હોવાને કારણે બિનહરીફ થવાના ચાન્સ દેખાઈ રહ્યા છે ત્યારે હળવદ માર્કેટિંગ યાર્ડની ચૂંટણી 27 જુલાઈના રોજ યોજાશે જેમાં 27 મંડળીના કુલ 367 મતદારો મતદાન કરશે તેમજ 28 જુલાઈ ના રોજ ચૂંટણીની પરિણામ જાહેર કરવામાં આવશે આ વખતે કોના શિરે હળવદ માર્કેટિંગ યાર્ડનો તાજ હશે તે 28 તારીખ ના રોજ સ્પષ્ટ થશે