યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા વિનામૂલ્યે સુવર્ણપ્રાશન કેમ્પ યોજાયો

સુવર્ણ પ્રાશનના ટીપા બાળક ની રોગ પ્રતીકારક શકિતમાં વધારો કરે છે તથા શારીરિક અને માનસીક વિકાસમાં પણ સારુ પરિણામ આપે છે. બાળક બુધ્ધિશાળી અને ચપળ બને છે, બાળક ની પાચન શકિત માં પણ સુધારો તેમજ પેટની તકલીફો દુર થાય છે અને આ ટીપા સંપુર્ણ રીતે આયુર્વેદિક શૈલીથી બને છે‌ અને પુષ્પ નક્ષત્ર ના દિવસે તે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે

જેને ધ્યાનમાં રાખીને આજરોજ યુવા શકિત ફાઉન્ડેશન દ્વારા મોરબીના વાઘપરા શેરી નં.6 સતવારા સમાજની વાડી ખાતે 0 વર્ષથી 12 વર્ષના બાળકો માટે વિનામૂલ્યે સુવર્ણ પ્રાશનના ટીપા પીવડાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને સફળ બનાવવા મા સતવારા સમાજની વાડી ના‌ સંચાલકો પણ‌ મદદરૂપ થયા હતા.