શિષ્યવૃતિ હડપ કરનાર શિક્ષકો હજુ ફરાર! ભ્રષ્ટ શિક્ષકોને પકડવામાં પોલીસની કામગીરી નબળી!

ગુજરાતની બાહોશ પોલીસની કામગીરી પર વાંકાનેર પોલીસ અધિકારીઓની નબળી કામગીરી!

વાંકાનેર તાલુકા શિક્ષણ વિભાગમાં મસમોટું કૌભાંડ સામે આવ્યા બાદ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ફોજદારી રાહે કાર્યવાહી કરવા જિલ્લા શિક્ષણ વિભાગને આદેશ આપ્યા બાદ ત્રણ શિક્ષકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાય હતી.પરંતુ પોલીસ ફરિયાદ નોંધાયા બાદ આજદિન સુધી આરોપીઓ હજુ સુધી પકડાયા નથી તેમજ મોરબી જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા પણ આ શિક્ષકોને ફરજ મોકૂફી કરાયા ન હોવાથી પુરા પ્રકરણ ઉપર ઢાંક પીછેડો કરવામાં આવ્યો હોવાની લોક ચર્ચા ફરી જાગી છે.

વાંકાનેર સિટી પોલીસ પણ ભ્રષ્ટાચારઓ ઉપર રહેમ રાખતી હોય એવું લાગી રહ્યું છે.આમ તો પોલીસમાં હાથ લાંબા હોય પરંતુ અહીંયા ભ્રષ્ટાચારી શિક્ષકો પોલીસને પણ પછડાટ આપી દીધી છે. પોલીસ તપાસ તો ઠીક છે પરંતુ પોલીસ હજુ સુધી એક પણ આરોપીને પકડી શકી નથી! “ભ્રષ્ટ શિક્ષકોને પકડવા મુમકીન નહીં ના મુમકીન હૈ ફિલ્મી ડાયલોગ કેવી ઘટના વાંકાનેર તાલુકા શિક્ષણ વિભાગના કૌભાંડીઓ શિક્ષકો સાથે જોવા મળી રહી છે”

ત્યારે બીજી બાજુ આ આખા પ્રકરણમાં મુખ્ય આરોપી તરીકે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીનું ક્યાંય નામ ન આવતા જિલ્લા તપાસ સમિતિ તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પણ અમુક ભ્રષ્ટ અધિકારીને બચાવી રહ્યા હોવાની લોક ચર્ચા થઇ રહી છે.ત્યારે હવે જોવાનું રહ્યું કે પોલીસ આરોપીઓ ને પકડે છે કે પછી આરોપીઓ પોલીસ ને મામૂ બનાવી કાયદાની બારીમાંથી છટકી જાય છે એ તો હવે આવનાર ભવિષ્યમાં જ જ ખબર પડશે !