મોરબી જિલ્લાની તમામ ITI માં બીજા તબક્કાની પ્રવેશ પ્રક્રિયા શરૂ

ઓનલાઇન ફોર્મ ૩૦ જુલાઇ સુધી ભરી શકાશે   

ગુજરાત રાજ્ય શ્રમ અને રોજગાર વિભાગ નિયામક રોજગાર અને તાલીમ હેઠળની મોરબી જિલ્લાની  સરકારી આઈ.ટી..આઈ મોરબી, માળીયા-મિયાણા , હળવદ, ટંકારા, તથા વાંકાનેર, ખાતે ચાલતા વિવિધ પ્રકારના NCVT/GCVT પેટર્નના કોર્ષ/ વ્યવસાયોમાં પ્રવેશ વર્ષ – ૨૦૨3 માટેની બીજા તબક્કાની પ્રવેશ પ્રક્રિયા માટે  ઓનલાઇન પ્રવેશ ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ  કરવામાં આવી છે.

ઉમેદવાર ઈન્ટરનેટના માધ્યમથી https://itiadmission.gujarat.gov.in વેબસાઈટ પરથી  ઓનલાઈન પ્રવેશફોર્મ ભરી શકશે તેમજ  રૂ. ૫૦ રજીસ્ટ્રેશન ફી 1.Internet Banking. 2.Credit Card 3.UPI ID – UPI QR Code. 4.NEFT. વગેરે માધ્યમ દ્વારા ભરી શકશે. અથવા તો ઉક્ત સંસ્થાઓ પૈકી નજીકની કોઇ પણ સરકારી ઔધોગિક તાલીમ સંસ્થા ખાતે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરી આપવામાં આવશે. આઈ.ટી..આઈ મોરબી ખાતે ૧૦:૦૦ થી ૦૫:૦૦ દરમિયાન ઓનલાઈન પ્રવેશફોર્મ ભરવાની કામગીરી માટે તેમજ આઈ.ટી.આઈ. વિશે માર્ગદર્શન આપવા માટે માર્ગદર્શન સેન્ટર કાર્યરત છે. ઓનલાઈન પ્રવેશ ફોર્મ  તા. ૨૧-૦૭-૨૦૨૩ થી ૩૦-૦૭-૨૦૨૩ દરમિયાન ભરી શકાશે. વધુ માહિતી માટે સંસ્થાની વેબ સાઇટ https://itimorbi.gujarat.gov.in/ ની મુલાકાત લેવા અનુરોધ કરવામાં આવે છે.

ઉમેદવારે ઓનલાઇન પ્રવેશ ફોર્મ માટે (૧) ધો-૦૮/૦૯/૧૦ ની માર્કશીટ (૨) પ્રયત્નનો દાખલો (Trial Certificate) (૩) શાળા છોડયાનું પ્રમાણપત્ર (૪) જાતિ/કેટેગરી પ્રમાણપત્ર (ST/SC/SEBC/EWS) (૫) દિવ્યાંગ ઉમેદવારો માટે દિવ્યાંગનુ પ્રમાણપત્ર ( ૬) રાજ્ય બહારના ઉમેદવારો માટે ડોમીસાઈલ સર્ટીફિકેટ (૭) આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝ ફોટો (૮) બેંક પાસબૂક ( મરજીયાત) (૯) આવકનો દાખલો  (૧૦) BPL (જો લાગુ પડતું હોય) સહિત જરૂરી શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રોની  સ્વપ્રમાણીત ઝેરોક્ષ નકલો સાથે લાવવાના રહેશે. તેમ આચાર્ય ઔધોગિક તાલીમ સંસ્થા, મોરબીની યાદીમાં જણાવાયું છે.