હંમેશા સેવાકિય પ્રવૃતિ સાથે સંકળાયેલા શ્રી રાજપુત કરણી સેના તેમજ ઘણી ખરા નામાંકિત સંગઠનો સાથે સંકળાયેલા યોગીરાજસિંહ જાડેજા રસનાળ એ પોતાના પિતા વિક્રમસિંહ ના જન્મદિવસની ઉજવણી કઈક અનોખી રીતે કરી હતી
યોગીરાજસિંહ તેમના પિતાના જન્મદિવસ નિમિત્તે ૮૦૦ વૃક્ષો વિના મૂલ્ય રસનાળ ગામોમાં ઉછેર માટે આપ્યા તેમ જ રસનાલ આંબેડકર ભવન, સ્મશાન, નદી કાઠે તેમજ અન્ય મંદિરોની આસપાસ ૧૦૦ જેટલા વૃક્ષોનું વૃક્ષારોપણ કરાવ્યું
યોગીરાજ એ પોતાના જન્મદિવસ ઉપર પણ ૨,૦૦૦ પક્ષીઘર વિના મૂલ્યે શાળા તેમજ સ્થળો પર બાટિયા હતા અને ૨૫૧ નારીયલ નું સાત ભાત નું અખંડ કીડિયારું કર્યું હતું જેના થકી કીડીઓ ચોમાસા દરમિયાન પણ ૪ મહિના સુધી પોતાનું ભોજન એની મદદથી ખાઈ શકે અને તે છેલ્લા ઘણા વર્ષોથી એક ચોક્કસ સ્થળ પર ચકલા ને ચણ તેમજ પાણી માછલી માટે લોટ જેવી સેવા કરી રહ્યા છે