સખીમંડળો થકી મહિલાનોની ઉડાન ગગન ચુંબી રહી છે

હું સરકારનો આભાર માનું છું કે તેમણે અમારી ઉપર ભરોસો મુકીને અમને સ્વાવલંબી બનવામાં સહાય કરી છે” – શુભમ મહિલા સ્વસહાય જુથ સાથે જોડાયેલ ગીતાબેન

મહિલાઓના ઉજ્જવળ ભવિષ્ય અને વિકાસ માટે સતત પ્રવૃત એવા આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ હંમેશા મહિલા સશક્તિકરણ માટે યોજનાઓ તૈયાર કરીને મહિલાનોને નવી દિશા દેખાડી છે. આજે સરકાર દ્વારા બનાવેલ સખી મંડળ યોજના થકી મહિલાનોની ઉડાન ગગન ચુંબી રહી છે. જેનુ સ્પષ્ટ ઉદાહરણ મોરબી ખાતે ચાલી રહેલો સરસ મેળો છે.

મોરબી ખાતે ચાલી રહેલ સરસ મેળામાં સુરેન્દ્રનગર જિલ્લાના શુભમ મહિલા સ્વસહાય જુથ સાથે જોડાયેલ ગીતાબેન દિલીપભાઈ પટેલ જણાવે છે કે, “ હું સરકારનો આભાર માનું છું કે તેમણે અમારી ઉપર ભરોસો મુકીને અમને સ્વાવલંબી બનવામાં સહાય કરી છે. તેઓએ આવા મેળાઓનું આયોજન કરાવીને અમને અમારા દ્વારા તૈયાર કરેલ વસ્તુ વેચવા માટે એક પ્લેટફોર્મ પુરું પાડ્યું છે.

 “હું માનું છુ કે, આપણું રસોડું જ આપણી ઔષધી છે. જો ભોજન તૈયાર કરવાની વસ્તુ સારી વાપરશું તો બધા સ્વસ્થ રહેશે. મારા પોતાના ઘરે ગાય છે અને હું પોતે ગાય આધારીત પાકૃતિક ખેતી કરું છું અને કૃત્રીમ ખાતરનો ઉપયોગ ન કરતા જીવામૃત, ટપક સિંચાઈની પદ્ધતી, અળસિયા આધારીત ખેતી કરું છું. અમારા આ સખીમંડળ દ્વારા પાકૃતિક ખેત પેદાશોમાંથી ભોજન માટેના મસાલા, સરગવાનો પાવડર, દેશી ઔષધી, તેલ, મુખવાસ, છાશ માટે મસાલો, ૭ ધાન્યનું ભડકું વગેરે વસ્તું તૈયાર કરવામાં આવે છે, જે સ્વાથ્યવર્ધક છે.”

આપણે સૌ જોઇએ જ છીએ કે, આજે મહિલા સતત અને સતત આગળ વધી રહી છે. જેમાં સરકારનું ખુબ મોટું યોગદાન છે. એવા ક્ષેત્ર કે, જ્યાં પુરૂષોએ પોતાનો કહેવાતો કોપીરાઈટ લગાડ્યો હતો તેને દૂર કરીને મહિલાઓ હવે પોતે તે ક્ષેત્રમાં આગળ રહી છે.