મોરબી : GMERS મેડિકલ કોલેજમાં કરેલો ફી વધારો પાછો ખેંચવા ધારાસભ્યને રજૂઆત

મોરબી,હાલ મેડિકલ અભ્યાસ કરવા માટેની ફી ના ધોરણોમાં ખુબજ અસમાનતા જોવા મળે છે,સરકારી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા અને જીએમઈઆરએસ મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ટકાવારીમાં માત્ર થોડા પોઈન્ટનો જ તફાવત હોય છે,છતાં વિદ્યાર્થીઓને મસમોટી ફી ભરવી પડે છે એમાંય વળી હમણાં જ જીએમઆરએસ 13 મેડિકલ કોલેજોની,સરકારી કવોટાની 67 % એટલે કે 5.50 લાખ જ્યારે મેનેજમેન્ટ કોટાની 88% એટલે કે 17.00 લાખ અચાનક જ અસહ્ય ફી વધારો કરવામાં આવ્યો છે.

જેના કારણે બાળકોનું ડોક્ટર બનવાનું સપનું માત્ર સપનું રહી જશે કારણ કે ટૂંક સમયમાં એટલી મોટી રકમની વ્યવસ્થા કરવી એ કોઈપણ વાલી માટે, જે મધ્યમ વર્ગ છે એમના માટે અશક્ય છે. અચાનક ફી વધારાને કારણે ગુજરાતના 2000 થી વધારે મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ ડોકટર બનવાનું પોતાનું સપનું સાકાર નહીં કરી શકે,માટે આ અસહ્ય ફી વધારાને અટકાવીને આપ હજારો વિદ્યાર્થીઓનું ભાવી સુનિશ્ચિત કરવા ઘણાં બધાં વાલીઓ વિદ્યાર્થીઓએ ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાને ગુજરાતના સંવેદનશીલ માનનીય મુખ્યમંત્રીશ્રીને અંગત ભલામણ કરવા આવેદન અપાયું હતું

દુર્લભજીભાઈ દેથરીયાએ રવિવારના દિવસે પણ વિદ્યાર્થીઓ અને વાલીઓને ખુબજ સરસ રીતે સાંભળ્યા અને વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય આવે એ બાબતેં પૂરતા પ્રયત્ન કરવામાં આવશે એવી ખાત્રી આપી હતી.તેમજ આરોગ્ય મંત્રી અને મુખ્યમંત્રી કાર્યાલયમાં પત્ર લખી અંગત ભલામણ પણ કરી અને એમના અંગત પી.એ.સાથે ટેલિફોનિક વાત પણ કરી હતી.